મોરબીના ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલ અને ચાંચાપર ગામની મુલાકાત લેતી ગ્લોબલ કચ્છની ટીમ
મોરબીના લોકો વૃક્ષોની લાક્ષણિકતા, પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે જાણે તે માટે કાર્યશાળા યોજાઇ
SHARE









મોરબીના લોકો વૃક્ષોની લાક્ષણિકતા, પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે જાણે તે માટે કાર્યશાળા યોજાઇ
ભારત વિકાસ પરિષદ મોરબી તથા પરિશ્રમ ઔષધિ વન મોરબી દ્વારા ચૈત્ર સુદ ૧ વિક્રમ સંવત ૨૦૭૯ દિનાંક ૨-૪ ને શનિવારે "વૃક્ષદેવ પરિચય કાર્યશાળા"નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યુ હતુ.વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા,પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે વૈદ કિરીટસિંહ ઝાલા તેમજ પરિશ્રમ ઔષધીય વન મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા લગભગ ૯૦ જેટલી ઔષધીય વનસ્પતિનો પરિચય કરાવવામાં આવ્યો હતો અને વનસ્પતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ કાર્યશાળામાં ૪૫ જેટલા ભાઈ-બહેનો ઊપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતું.પ્રતિભાગીઓમાં આ કાર્યક્રમ બીજીવાર થાય તેવી માંગ ઉઠી છે.
