તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે રહેતા તબીબના પત્નીએ રવાપરના તળાવમાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE









મોરબીના રવાપર રોડે રહેતા તબીબના પત્નીએ રવાપરના તળાવમાં ઝંપલાવીને કર્યો આપઘાત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા અને મૂળ બગથળાના વતની વૃદ્ધા પોતાના ઘરેથી ગઈકાલે બપોરના ગુમ થઈ ગયા હતા અને બાદમાં મોડી રાત્રીના તેઓનો મૃતદેહ મોરબી નજીકના રવાપર ગામે આવેલા તળાવમાંથી મળી આવ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બગથળા ગામના વતની અને હાલ છેલ્લા ઘણા સમયથી મોરબીના રવાપર રોડ ઉપર અનપમ સોસાયટીમાં રહેતા ધીરજલાલ ફુલતરીયાના પત્ની મંજુલાબેન (ઉંમર વર્ષ ૭૭) ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં તેમના ઘરેથી ગુમ થઈ ગયા હતા. જેથી પરિવારજનોએ સોશ્યલ મીડીયાના માધ્યમથી તેમની શોધખોળ હાથ ધરી હતી.જોકે મંજુલાબેનનો પતો લાગ્યો ન હતો.દરમિયાનમાં આજે તા.૪ ના મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં ગુમ થયેલા મંજુલાબેન ધીરજલાલ ફુલતરીયા જાતે પટેલ નામના ૭૭ વર્ષીય વૃધ્ધાનો મૃતદેહ મોરબી નજીકના રવાપર ગામના તળાવમાં પાણીમાંથી મળી આવ્યો હતો અને તેઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું હાલ એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા થોડા સમયથી મંજુલાબેનને વધુ પડતી બીપીની તકલીફ રહેતી હોય તેઓ નજીવી વાતે પણ ઉગ્ર બની જતાં હતા અને તેમનો ચિડિયો સ્વભાવ થઈ ગયો હતો.પારિવારિક બાબતો સર નજીવી બોલાચાલી થતાં 'હું તમને બધાને નડુ છું' તેવી મૃતકને ભ્રમણા બંધાઇ ગઇ હતી અને ગઇકાલે તેઓ તેઓના ઘરેથી નીકળ્યા બાદ રિક્ષામાં બેસીને રવાપર ગામ આવ્યા હતા અને અહીં તેઓએ સંભવત: તળાવમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.જી.વાળા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

આર્થિક મૂંઝવણ

મોરબીના ગ્રીનચોક વિસ્તાર પાસે આવેલ ખત્રીવાડમાં રહેતા સાગર યોગેશભાઈ નિમાવત નામના ૨૪ વર્ષીય પરિણીત યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને બનાવની એ ડિવિઝન પોલીસ મથકને જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી જેમાં ખુલાસો થયો હતો કે સાગરભાઇ ઈલેક્ટ્રીકનું કામકાજ કરતો હતો જોકે હાલ કામ બરોબર મળતુ ન હોય અને આર્થિક સંકળામણ રહેતી હોય તેને પગલે તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું. અત્રે નોંધનીય છે હાલમાં ઘર ચલાવવા માટેની તમામ વસ્તુઓ તેમજ પેટ્રોલ-ડીઝલ સહિતના ભાવોમાં અસહ્ય ભાવ વધારો થયો છે ત્યારે લોકોનું જીવન દુષ્કર બન્યું છે.તે નરી વાસ્તવિકતા છે.




Latest News