મોરબીમાં માતૃશાળાનું ઋણ અદા કરતા શાળાના પૂર્વ વિદ્યાર્થી
SHARE
મોરબીમાં માતૃશાળાનું ઋણ અદા કરતા શાળાના પૂર્વ વિદ્યાર્થી
મોરબી તાલુકાની શ્રી શકત શનાળા સરકારી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને હાલ જેઓ જીપીએસસી પરીક્ષાની તૈયારી કરી પોતાની કારકિર્દી ઘડી રહ્યાં છે તેવા શાળાના પૂર્વ વિદ્યાર્થી રવિકુમાર પ્રાગજીભાઈ બાવરવા તરફથી શકત શનાળા ગામની ત્રણેય શાળા એટલે કે શ્રી શકત શનાળા પ્લોટ પ્રા.શાળા, કુમાર પ્રા.શાળા અને કન્યા પ્રા.શાળામાં અભ્યાસ કરતા કુલ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને બે નોટબુક, લંચબોક્સ, બે પેન, પેન્સિલ,સાર્પનર અને ઈરેઝર સાથેની શૈક્ષણિક કીટ અર્પિત કરીને અંદાજે ૩૦ હજાર જેટલી માતબર રકમનું દાન આપીને પોતાની માતૃશાળા પ્રત્યે પોતાનું ઋણ અદા કર્યું હતુ.ગામની ત્રણેય શાળાના શાળા પરિવાર તરફથી બાવરવા રવિ તેના જીવનક્ષેત્રમાં આગળ વધે અને નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.