મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે આરોગ્ય કેમ્પ યોજાયો


SHARE













મોરબીના બગથળા ગામે આરોગ્ય કેમ્પ યોજાયો

કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ રાજકોટ અને નકલંક મંદિર બગથળાના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન બગથળા કુમારશાળામાં કરવામાં આવ્યું હતુ.આ કેમ્પમાં બગથળા ગામના મુળ વતની ડૉ.જીગ્નેશ મેવા કેન્સર સર્જન, ડૉ.વિશાલ મેવા(ફિઝિશિયન આઇસીયુ નિષ્ણાત) ન્યુરોસર્જન ડો.નિધિકુમાર પટેલ, ઓર્થોપેડિક ડો.એન.બી.પટેલ, લેપ્રોસ્કોપીક સર્જન ડો.એસ.એન.પટેલ, આંખના નિષ્ણાંત ડો.હાર્દિક પટેલ, ઈએનટી સર્જન ડો.અલ્પેશ પટેલ, ડો.ડેનિસ આરદેશના, બાળકોના નિષ્ણાત ડો.શ્રદ્ધા હાલપરા, ડો.સતીશ સાણજા, ડો.ધર્મેશ ઝાલાવાડીયા, ફિજીઓથેરાપિસ્ટ ડો.પાયલ સરધારા, ડો.ઉર્વશી કાનાણીએ માનદ સેવા આપી હતી.કેમ્પમાં ૨૫૦ દર્દીઓએ સ્વાસ્થ્ય સેવાનો લાભ લીધો હતો.બગથળા નકલંગ મંદિરના મહંત પરમ પૂજ્ય દામજી ભગતે દીપ પ્રાગટ્ય કરી આશીર્વચન આપી કેમ્પનું ઉદઘાટન કર્યું હતું.બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.હિરેન વાંસદડિયા અને જિલ્લા સદસ્ય સતીશ મેરજા અને આચાર્ય દિનકરભાઇ મેવાએ કેમ્પની કામગીરી દરમ્યાન વ્યવસ્થામાં ખૂબ જ મદદરૂપ થયેલ.યુનાઇટેડ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દરેક પ્રકારની ઉચ્ચ કોટિની આરોગ્ય સેવાઓ એકદમ રાહત ભાવે આપે છે તેમજ સમાજની સ્વાસ્થ્ય સેવા માટે હોસ્પિટલ હર હંમેશ સમર્પિત છે.








Latest News