મોરબી જલારામ મંદિરે યોજાએલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૦૦ દર્દીઓએ લાભ લીધો
મોરબીની સરકારી મેડીકલ કોલેજ પ્રાઇવેટ સંસ્થાને હવાલે કરવાનાના પ્રયત્નો સામે ઉગ્ર વિરોધ
SHARE
મોરબીની સરકારી મેડીકલ કોલેજ પ્રાઇવેટ સંસ્થાને હવાલે કરવાનાના પ્રયત્નો સામે ઉગ્ર વિરોધ
મોરબી જિલ્લાને ખૂબ જ ભારે જહેમત બાદ સરકારી મેડિકલ કોલેજ મળી છે ત્યારે આ સરકારી કોલેજમાં અભ્યાસ કરીને છેવાડાનો માનવી પણ પોતાના બાળકોનો અભ્યાસ આ સરકારી મેડીકલ કોલેજમાં કરાવી શકશે તેવી આશા સૌ સેવી રહ્યા હતા દરમિયાનમાં સરકારી કોલેજનું ખાનગીકરણ થાય અને ખાનગી સંસ્થાને કોલેજ સોંપવામાં આવે તેવી હિલચાલ જોવા મળતા અહીંના જાગૃત નાગરિક દ્વારા ઉગ્ર વિરોધ કરીને રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને યોગ્ય પગલા લેવા માટે તેઓએ રાજયના મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી છે.
મોરબી જીલ્લાને સરકાર મેડીકલ કોલેજ આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી.અને તે કોલેજ બનાવવા માટે મોરબીના શકત શનાળા ગામ પાસે સરકારી જમીનની ફાળવણી પણ કરવામાં આવેલ હતી.તે દરમ્યાનમાં અહીંનાજીગૃત આગેવાન કે.ડી.બાવરવાના ધ્યાનમાં એક અખબાર થકી આવેલ જેમાં સરકારના કમિશ્નર કચેરી, આરોગ્ય તબીબ સેવાઓ, અને તબીબ શિક્ષણ, વિભાગ, જીવરાજ મહેતા ભવન ની જાહેરાત આવેલ છે.જેમાં મોરબીની મેડીકલ કોલેજને સરકારી ન બનાવતા સ્વનિર્ભર બનાવવાની જાહેરાત છે..! અને રસધરાવતી સંસ્થાઓ પાસેથી તા.૧૦-૪-૨૨. સુધીમાં અરજી મંગાવવામાં આવેલ છે...! એટલે કે ચાલુ સાલે તો મેડીકલ કોલેજ ચાલુ થવાની જ નથી. અત્યાર સુધી ફક્ત વાતો જ કરી અને લોકોને મુર્ખ જ બનાવવામાં આવ્યા છે.
આનો મતલબ એ પણ થાય છે કે સરકાર તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા આજ દિવસ સુધી લોકોને અંધારામાં રાખીને મુર્ખ બનાવવામાં આવેલ છે અને કોઈ સેટિંગ વાળી સંસ્થાને આ કોલેજમાં "ધંધો" કરવા માટે આપવાનો પ્લાન ત્યાર થઇ ગયેલ છે..! આના કારણે જે વિધાર્થીઓ ગરીબ હશે અને ઓછા ખર્ચ ડોક્ટર થવાના સ્વપ્નો જોતા હશે એને હવે વધારે ખર્ચ કરવો પડશે. પૈસાદારોના છોકરાઓ પાસે ઊંચું ડોનેશન લઈને આ સંસ્થા વેપલો કરશે અને વધુ એકવાર મોરબીની પ્રજાને લોલીપોપ દેખાડીને મુર્ખ બનાવવામાં આવશે.આમ ન બને તે માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખીત માંગણી કરેલ છે કે આવું ના કરવામાં આવે અને કોલેજને સરકાર હસ્તક જ રાખીને સરકારી મેડીકલ કોલેજ બનાવવામાં આવે.જો આવું નહીં કરવામાં આવે તો લોકહીત કાજે ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનો કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારેલ છે.