મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટિયા પાસે આઈસર ચાલકે બાઇકને અડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE













મોરબીના ટિંબડી પાટિયા પાસે આઈસર ચાલકે બાઇકને અડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબી નજીકના ટિંબડી ગામના પાટિયા પાસે બાઇક ચાલક વૃદ્ધને આઈસર ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં માથામાં અને શરીરના ભાગે વૃધ્ધને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ મૃતકના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કચ્છ જિલ્લાના કાનપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં ટિંબડી પાટીયા પાસે ૐ મિનરલ સામેના ભાગમાં રહેતા મહેશભાઈ રામજીભાઈ ગોહીલ (ઉંમર ૨૦) એ હાલમાં આઈસર ટ્રક નંબર જીજે ૨ ઝેડ ૬૯૯૮ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ટિંબડી ગામના પાટિયા પાસે રાજ હોટલની સામેના ભાગમાંથી તેના પિતા રામજીભાઇ અખાભાઈ ગોહીલ (ઉંમર ૫૬) પોતાનું બાઇક નંબર જીજે ૩ એફઆર ૭૬૫૬ લઇને પસાર થતા હતા ત્યારે આઇસરના ચાલકે તેમને હડફેટે લીધા હતા જેના કારણે ફરિયાદીના પિતાને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું હાલમાં આ બનાવમાં મૃતકનાં દીકરાની ફરિયાદ લઈને પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News