મોરબીના રફાળેશ્વર પાસે આવેલ ટાઈલ્સના કારખાનામાંથી ૧૦ લાખના માલની ચોરી કરનાર બે શખ્સની ધરપકડ
મોરબીનામાં યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE
મોરબીનામાં યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ વિજયનગરમાં શાંતિ સ્કૂલની બાજુમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વિજયનગર વિસ્તારમાં શાંતિ સ્કૂલની બાજુમાં રહેતા કિશનભાઇ નાગજીભાઈ રાવા (૨૦) નામના યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને કિશન રાવાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સનસાઇન સિરામિક નામના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં રહેતો હોય ત્યાં મજૂરી કામ કરતો કુંદનકુમાર રાજકુમાર મહાતો (૨૩) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર તેને વીજ શોટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
યુવતીનો આપઘાત
વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ બીગ ટાઇલ્સ નામના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી જયાબેન ગજેન્દ્રભાઈ પરિહાર (ઉંમર ૧૮) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે પોતાના લેબર કવાર્ટરની અંદર થોડા દિવસો પહેલાં ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા યુવતીનું મોત નિપજયું હતું જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.