મોરબીના ટિંબડી પાટિયા પાસે આઈસર ચાલકે બાઇકને અડફેટે લેતા વૃદ્ધનું મોત
માળીયા(મી), ટંકારા અને મોરબીમાંથી દેશી-વિદેશી દારૂ અને બીયર સાથે ત્રણ પકડાયા : બેની શોધખોળ
SHARE
માળીયા(મી), ટંકારા અને મોરબીમાંથી દેશી-વિદેશી દારૂ અને બીયર સાથે ત્રણ પકડાયા : બેની શોધખોળ
માળીયા મીયાણાની હરીપર ગોળાઈ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી તેને પોલીસે ૭૨ બોટલ દારૂ અને કાર સહિત ૪.૩૧ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા મીયાણા તાલુકાની હરીપર ગોળાઈ પાસેથી કચ્છ બાજુથી મોરબી તરફ આવતી એસ ક્રોસ કાર નંબર જીજે ૨૭ બીએલ ૪૭૭૯ ને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાંથી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૨૭ હજાર રૂપિયાની કિંમતનો ૭૨ બોટલ દારૂ તેમજ ચાર લાખ રૂપિયાની કિંમતની કાર અને ચાર હજારની કિંમતનો એક મોબાઈલ આમ કુલ મળીને ૪.૩૧ લાખ રૂપિયાના મુદામાલ સાથે પોલીસે હાલમાં નગારામ ભગવાનરામ જાટ (૨૮) રહે હાલ ભચાઉ મહારાણા પ્રતાપ સર્કલ પાસે શિવજી પાર્કની બાજુમાં અને મૂળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તેને કારમાં કોણે ભરી આપી હતી અને મોરબી તરફ કોને આપવા માટે જતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરુ કરેલ છે.
દેશી દારૂ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટમાં જલાલ ચોક પાસે દારૂનું વેચાણ થતું હોવાની બાતમી એ ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૭૫ લિટર દેશી દારૂના જથ્થા સાથે અકબરભાઈ હાસમભાઇ સમા જાતે સંધિ મુસલમાન (ઉંમર ૩૫) રહે લીલાપર રોડ સરકારી આવાસ યોજનાના મકાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૩૫૦૦ ની કિંમતો દારૂ કબજે કરેલ છે અને આ આરોપીની પૂછપરછ દરમિયાન દેશી દારૂનો જથ્થો તેને દાઉદ મામદભાઇ પલેજા રહે. કાલીકા પ્લોટ મોરબી વાળાએ વેચાણ કરવા માટે આપ્યો હોવાની માહિતી સામે આવતાં તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બિયરના ટીન
ટંકારા તાલુકામાં લજાઈ ચોકડી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના ૨૦ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો તેમજ ૫૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૫૨,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વસીમ ઉર્ફે ભાણો અજીતભાઈ સાંજી જાતે ખલીફા (ઉમર ૨૧) રહે ટંકારા સરકારી હોસ્પિટલ સામે વાળાની ધરપકડ કરેલ છે અને આ બિયરનો જથ્થો મોરબીમાં રહેતા દિપક બુદ્ધદેવ પાસેથી લાગ્યો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.