મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી શહેર તેમજ જીલ્લામાં તા.૧૦ ના ધામધુમથી રામનવમી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ


SHARE





મોરબી શહેર તેમજ જીલ્લામાં તા.૧૦ ના ધામધુમથી રામનવમી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ

મોરબીના રાધાકૃષ્ણ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી કરવા આયોજન હાથ ધરાયેલ છે જેમા છપ્પનભોગનો પ્રસાદ, મહાઆરતી સહીતના કાર્યક્રમો યોજાનાર છે.આગામી તા.૧૦ ને રવિવારના રોજ રાધાકૃષ્ણ મંદિર પરસોતમ ચોક રવાપર રોડ મોરબી ખાતે ધામધુમથી રામનવમીની ઉજવણી કરાશે.જેમાં તા.૧૦ ના રોજ સવારે ૧૦ વાગ્યે છપ્પનભોગ પ્રસાદ યોજાશે.વધુમાં આયોજકોએ જણાવ્યું છેકે જે કોઇ છપ્પનભોગ પ્રસાદમાં પોતાનો પ્રસાદ મુકવા ઇચ્છતા હોય તેમણે નવ વાગ્યા પહેલા પ્રસાદ મંદિરે પહોંચાડવાનો રહેશે.તેમજ બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી યોજાશે.જેમા પણ લોકો પોતાની આરતી સાથે લાવીને આરતી ઉતારી શકે છે.શહેરની ધર્મપ્રેમા જનતાને લાભ લેવા યાદીમાં જણાવાયેલ છે.


શોભાયાત્રા યોજાશે


મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ, ગૌરક્ષાદળ, દુર્ગાવાહીની અને માતૃશક્તિ દ્વારા રામનવમી નિમિતે રામ ભગવાનની શોભાયાત્રા યોજાશે. આગામી તા.૧૦ ને રવિવારે સાંજે ૪:૩૦ વાગ્યે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી શોભાયાત્રા શરૂ થશે અને મયુરપુલ, મહેન્દ્રસિંહજી ડ્રાઇવ રોડ, દરબારગઢ, ગ્રીનચોક, નગરદરવાજા ચોક, જુના બસ સ્ટેશન રામચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેશનની સામેના રસ્તાથી બાપાસીતારામ ચોક, એવન્યુ પાર્ક રવાપર રોડથી સીતારામ ચોક, ચકીયા હનુમાનથી શાક માર્કેટ, જેઈલ રોડ થઇને વિહીપ કાર્યાલયે પુરી થશે. આ શોભાયાત્રામાં જોડાવા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

કાનગોપી રાસ યોજાશે


માળીયા(મિં.)ના દેરાળા ગામે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૭ ના રોજ કાનગોપી રાસનું આયોજન કરાયેલ છે.દેરાળા (નંદનવન) ગામમાં શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરાયેલ છે. કથાના યજમાન સ્વ.પ્રવીણભાઈ ખીમજીભાઈ દેત્રોજા,અનિલભાઈ પ્રવીણભાઈ દેત્રોજા,આનંદભાઈ પ્રવીણભાઈ દેત્રોજા તથા દેત્રોજા પરિવાર છે.કથા અંતર્ગત તા.૭ ને ગુરુવારના રોજ આદિત્ય ગૃપના કાનગોપી રાસનું આયોજન કાયેલ હોય તેમો લાભ લેવા આયોજકો દ્રારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.




Latest News