મોરબીના રફાળેશ્વર નજીક કારખાનામાં પતરા ઉપરથી નીચે પટકાતાં વાંકાનેરના યુવાનનું મોત
વાંકાનેરના જુના લુણસરીયા ગામે પતિએ ધૂળ કચરા બાબતે કહેતા પત્નીએ ફિનાઇલ ગટગટાવ્યું
SHARE









વાંકાનેરના જુના લુણસરીયા ગામે પતિએ ધૂળ કચરા બાબતે કહેતા પત્નીએ ફિનાઇલ ગટગટાવ્યું
વાંકાનેરના જુના લુણસરીયા ગામે રહેતી પરિણીતાને તેના પતિએ ધૂળ કચરા બાબતે કહ્યું હતું જે તેને લાગી આવતા તેને ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના જુના લુણસરીયા ગામે રહેતા મનસુખભાઇ કાળુભાઇ રાઠોડના પત્ની રેખાબેન મનસુખભાઈ રાઠોડ (ઉંમર ૨૬)ને મનસુખભાઈએ ઘરમાં ધૂળ કચરા બાબતે કહ્યું હતું જે બાબતે તેને લાગી આવતા રેખાબેને ફ્રીજ ઉપર પડેલ ફિનાઇલની બોટલમાંથી ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્ન ગાળો છ વર્ષનો છે અને સસરા સાથે રહે છે હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
