માળીયા (મિ)ના જુના ઘાટીલામાં જાત જલાવી લેનાર વૃધ્ધાનું સારવારમાં મોત
મોરબીના રફાળેશ્વર નજીક કારખાનામાં પતરા ઉપરથી નીચે પટકાતાં વાંકાનેરના યુવાનનું મોત
SHARE









મોરબીના રફાળેશ્વર નજીક કારખાનામાં પતરા ઉપરથી નીચે પટકાતાં વાંકાનેરના યુવાનનું મોત
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે પાનેલી રોડ પર આવેલ કારખાનામાં પતરા ઉપરથી યુવાન નીચે પટકાયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં રહેતા અજયભાઈ હસમુખભાઈ લકુમા (ઉંમર ૩૦) મોરબીના રફાળેશ્વર ગામ પાસે પાનેલી રોડ પર આવેલ કેડા સિરામિકમાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે કામગીરી દરમિયાન પતરાં ઉપરથી તેને નીચે પડ્યા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ અજયભાઈના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
