માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના કર્મચારીઓ કાલે જૂની પેન્શન યોજના ચાલુ કરવા મુદે રેલી અને ધરણા યોજાશે


SHARE

















મોરબી જિલ્લાના કર્મચારીઓ કાલે જૂની પેન્શન યોજના ચાલુ કરવા મુદે રેલી અને ધરણા યોજાશે 

મોરબી જિલ્લાના કર્મચારીઓ ઓપીએસ જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં માટે છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે તો પણ તેને ધ્યાને લેવામાં આવતી થી જેથી તા ૮ ને શુક્રવારે અઢી વાગ્યાથી રેલી કાઢવામાં આવશે અને સાંજે પાંચ વાગ્યે કલેકટરને આવેદન આપવામાં આવશે

જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારી કર્મચારીઓનો સંયુક્ત મોરચો નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજ્યના આહવાનને ધ્યાનમાં રાખી ખુબજ બહોળી સંખ્યામાં પ્રાથમિકઉચ્ચત્તર પ્રાથમિકમાધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો, HTAT મુખ્ય શિક્ષકોઆરોગ્ય કર્મચારીઓ તાલુકા-જિલ્લા પંચાયતનામામલતદાર અને કલેકટરની કચેરીના કર્મચારી ઓ તલાટીમંત્રી રેવન્યુ તલાટી વગેરે કર્મચારીઓનો સંયુક્ત મોરચા ની માંગણી અને લાગણી છે કે વર્ષ ૨૦૦૦ પછી નોકરીમાં દાખલ થયેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરવાથી ખુબજ આર્થિક નુકશાન ભોગવવું પડે છે

સરકારી કર્મચારીઓ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવી સેવા નિવૃત થાય છે ત્યારબાદ એમના બુઢાપાના સહારા રૂપ જૂની પેંશન યોજના બંધ કરી દીધી હોય આ મોંઘવારીના યુગમાં નિવૃત કર્મચારીઓને જીવન વિતાવવું દોહ્યલું બની જતું હોયતેમજ નવી પેન્શન યોજનામાં શરૂઆતમાં સી.પી.એફ. એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ખુબજ જટિલ હોય એકાઉન્ટ ખુલવામાં પણ ખુબજ સમય લાગે છેવળી જ્યારે કર્મચારી નિવૃત થાય છે ત્યારે એમના કપાતના હકના નાણાં મેળવવામાં પણ ખુબજ મુશ્કેલીઓ પડે છે આજના કર્મચારીઓ શરૂઆતમાં પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં ફરજ બજાવતો હોય નિવૃત્તિ પછી એ સમાજમાં સ્વમાનભેર જિંદગી જીવી શકે એ માટે જૂની પેન્શન યોજના ઓપીએસ પુન:સ્થાપિત કરવાની માંગણી છે

આ વિષય રાજ્ય સરકાર હસ્તકનો હોઈ સત્વરે રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના સ્વીકૃત કરી દરેક કર્મચારીની માંગણીને સસન્માન સ્વીકારે એવી રજુઆત માટે તેમજ જૂની પેન્શન યોજના મુજબ માસિક પેન્શન લાગુ કરવા માટેની તમામ કર્મચારીઓની લાગણી અને માંગણી સરકારશ્રી સમક્ષ પહોંચાડવા માટે તા. ૮ ને શુક્રવારના રોજ બપોરે ૨:૩૦ વાગ્યે સરદારબાગ શનાળા રોડ ખાતે મોરબી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ બહોળી સંખ્યામાં એકત્ર થશે ત્યાં બધા ચર્ચા- વિચારણા કરી ૩ વાગ્યે નવા બસ સ્ટેન્ડ સામેના સરદાર પટેલની પ્રતિમા અને સરદારબાગ આવેલ શુભાષચંદ્રની પ્રતિમાને ફુલહાર પહેરાવી રેલી જિલ્લા સેવા સદન જશે અને રસ્તામાં આવતી મહાનુભાવોની પ્રતિમાઓને ફુલહાર કરવામાં આવશે અને કલેક્ટર કચેરી પાસે પ્રતીક ધરણા કરીને ઓપીએસ મોરચાના પ્રતિનિધિઓ કલેકટરને આવેદન આપશે 




Latest News