મોરબી જીલ્લા પંચાયતની ક્રિકેટ ટીમ પાટણને હરાવીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ
અમેરીકામાં યોજાયેલ એકસીબીસનમા મોરબીના ૨૦ ઉધોગકારોએ ભાગ લીધો
SHARE









અમેરીકામાં યોજાયેલ એકસીબીસનમા મોરબીના ૨૦ ઉધોગકારોએ ભાગ લીધો
અમેરીકા ખાતે સૌથી મોટા સિરામીકના કવરીંગ એકસીબીસનમા મોરબીના જુદા જુદા ઉધોગકારોએ પોતાની પ્રોડકટ ડીસપ્લે કરેલ જેમા કેપેક્સીલ દ્વારા આયોજીત ભારતીય પેવેલીયનની મુલાકાતે ભારતીય કોન્સ્યુલર જનરલ ડો.જે.વી.નાગેન્દ્ર પ્રસાદ આવેલ હતા અને ભારતીય કંપનીને અમેરીકા એક્સપોર્ટ માટે પ્રોત્સાહન પુરૂ પાડેલ હતું ત્યારે આવનાર સમયમા મોરબીના ટાઇલ્સને અમેરીકા એક્સપોર્ટ માટે જે પણ જરૂરીયાત હોય તે કરવા માટે તત્પરતા દેખાડેલ છે
આ એકસીબીસનમા કેપેક્સીલના સીનીયર વાઇસ ચેરમેન તરીકે સિરામીક ઉધોગના વિકાસ અર્થે તેમજ જુદા જુદા ટેકનીકલ તેમજ કોમર્સીયલ જેવી કે, ડયુટી તેમજ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ તેમજ મોરબીનુ મેઇક ઇન ઇન્ડીયા બ્રાન્ડને પ્રમોટ કરવા માટે ચર્ચા વિચારણા કરવા મને પણ હાજરી આપીને ઉધોગોના વિકાસ માટેની તક મળી તે બદલ નિલેષ જેતપરીયાએ ભારત સરકારનો આભાર પણ માનેલ છે.આ તકે જણાવવુ ઘટે કે કવરીંગ એક્સીબીસન અમેરીકાનુ સૌથી મોટુ એક્સીબીસન છે.વર્ષે ૯૦૦ થી ૧૦૦૦ કરોડનુ એક્સપોર્ટ છે જેમા ૨૦ થી વધુ કંપનીઓ અને ૫૦ થી વધુ ઉધોગકારો જોડાયા હતા.
