મોરબીની શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજમાં 'Employability Skills' વિદ્યાર્થિનીઓ માટે વર્કશોપ યોજાયો
મોરબી જીલ્લા પંચાયતની ક્રિકેટ ટીમ પાટણને હરાવીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ
SHARE









મોરબી જીલ્લા પંચાયતની ક્રિકેટ ટીમ પાટણને હરાવીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ
અમદાવાદ ખાતે રમાઈ રહેલી ૩૦મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીએ પ્રથમ ટોસ જીતી બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૧૭ રન ૯ વિકેટ ગુમાવીને બનાવ્યાં હતા જેની સામે પાટણ જીલ્લા પંચાયત ૮૭ રનમાં ઓલ આઉટ થતાં ૩૦ રને મોરબીનો વિજય થયો હતો. રાહુલ બળાઇએ લો સ્કોરિંગ મેચમાં ૫ વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવેલ હતો અને સાગર વરસડા ૨૮ રન, મેહુલ વૈષ્ણવ ૨૩, વિશાલ પટેલ ૧૮ રન કરી ટીમને લડાયક સ્કોર સુધી પહોંચાડેલ હતી. મોરબી ક્રિકેટ ટીમના કેપ્ટન લલિત ગોહેલની રણનીતિ દ્વારા જીત મેળવેલ હતી. આ ટીમ મેનેજર દિનેશભાઇ હૂંબલ અને કોચ તુષાર બોપલિયાની યાદી જણાવે છે.
