દેશના વડાપ્રધાન મોદી હનુમાન જયંતિએ મોરબીના ખોખરા હરિહરધામ ખાતે યોજાયેલ રામકથામાં વર્ચ્યુયલ જોડાશે
SHARE
દેશના વડાપ્રધાન મોદી હનુમાન જયંતિએ મોરબીના ખોખરા હરિહરધામ ખાતે યોજાયેલ રામકથામાં વર્ચ્યુયલ જોડાશે
મોરબીના બેલા પાસેના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ૧૦૮ ફુટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણનો શુક્રવારે કાર્યક્રમ યોજવાનો છે અને તે દિવસથી ત્યાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો સહિતના અનેક લોકો આવવાના છે ત્યારે કનકેશ્વરીદેવીજીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, તા ૧૧ મી ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી કથા શ્રાવણ માટે આવવાના છે અને તા ૧૬ ને હનુમાન જયંતિના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કથામાં વર્ચ્યુયલ જોડાવના છે
ગુજરાતની સૌથી ઊંચી હનુમાનજી મહારાજની ૧૦૮ ફુટ ઊંચાઈ ધરાવતી પ્રતિમા મોરબી તાલુકાનાં બેલા પાસે આવેલા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે નિર્માણ પામેલ છે આ પ્રતિમાનું તા ૮ ના રોજ અનાવરણ કરવામાં આવનારા છે ત્યારે મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ. માઁ કનકેશ્વરીદેવીજી તેમજ અનેક સંતો મહંતો અને રાજકીય આગેવાનો ત્યાં હાજર રહેવાના છે તેમાજ તા. ૮ થી ૧૬ એપ્રિલ સુધી રામકથાનું ભવ્ય આયોજન ત્યાં કરવામાં આવેલ છે જેની પોથીયાત્રા બેલથી કથા મંડપ સુધીની યોજવાની છે જેમાં ત્રણ હાથી અને ૫૧ ઘોડા જોડાશે
આ રામકથા તા.૮ થી શરૂ થશે અને તા ૧૬ સુધી ચાલવાની છે અને દરરોજ સવારે ૯ થી બપોરના ૧ સુધી તા.૧૬ સુધી કથાનું મહામંડલેશ્વર પુ.કનકેશ્વરીજી રસપાન કરાવશે.દરોજ બપોરના કથા વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે.આગામી તા.૧૧ ના સવારે ૧૦:૩૦ કલાકે ગૌમહિમા ધર્મસભાનું આયોજન કરાયેલ છે તેમજ સંતવાણીના કાર્યક્રમ યોજાયા છે આ કથામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા ૧૧ ના રોજ આવવાના છે તે ઉપરાંત ઉત્તરપ્રદેશના રાજયપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ, નરેન્દ્રસિંહ તોમર, ભાજપના રાષ્ટ્રીય મહા સચિવ વિજય વર્ગીય, બ્રિજેશભાઇ મેરજા, દેવાભાઇ માલમ સસહિતના અનેક રાજકીય આગેવાનો આવવાના છે તેમજ તા ૧૬ ના રોજ હનુમાન જયંતિના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ કથામાં વર્ચ્યુયલ જોડાવવાના છે અને લગભગ ૪૫ મિનિટ કરતાં વધુ સમય આપવાના છે તેવું કથાના આયોજકોએ જણાવ્યુ છે
આ કથાના મુખ્ય યજમાન મોરબી જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા તેમજ વિવિધ સેવાઓ આપનાર નિખિલભાઇ નંદા પરિવાર, વિજયભાઈ મકવાણા પરિવાર, ભગુભાઈ માણેકભાઈ પટેલ પરિવાર અને પરેશભાઈ હિરપરા પરિવાર તેમજ સદગુરુ પરિવાર નાસિક, મહેશભાઈ ટિંબડિયા કોઠાપીપરીયા, ફરશુભાઈ ગોકલાણી રાધનપુર, નવઘણભાઈ ભરવાડ જખવાડા, હિમાંશી મોરી અને ભરત સોલંકી વિરમગામ, ભીખાભાઇ પટેલ અમદાવાદ, જગદીશ પટેલ અમગાવાદ તેમજ પરસોતમ કુંડારીયા મોરબી તેમજ શ્રી ખોખરા હનુમાન હરીહરધામ સેવા સમિતિ-બેલા(મોરબી) આસપાસના ગ્રામજનો તેમજ નામી-અનામી સેવકો સહિતના યજમાનો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે તેવું પત્રકારોને માહિતી આપતા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, હસુભાઈ પંડ્યા અને જે.પી. જેસવાણીએ જણાવ્યુ હતું









