મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની ૧.૧૯ કરોડની આંગડિયા લૂંટના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીની ૧.૧૯ કરોડની આંગડિયા લૂંટના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના દલવાડી સર્કલ પાસેથી આંગડિયાના રોકડા ૧.૧૯ કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી આ ગુનામાં ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવે છે તેને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે બાકીના આરોપીને પકડવા માટે અને બાકીની રકમને કબજે કરવા માટે કવાયત શરૂ કરેલ છે

રાજકોટ શાખામાંથી મોરબીમાં આવેલી વીપી આંગડિયા પેઢીમાં તા ૩૧/૩ ના રોજ સવારે પાર્સલ મોકલાવવામાં આવ્યા હતા જે રાજકોટથી ભુજ વચ્ચે ચાલતી સોમનાથ ટ્રાવેલ્સમાં દલવાડી સર્કલે આવ્યા હતા અને ટ્રાવેલ્સમાથી રોકડ ભરેલ પાર્સલ લઈને વીપી આંગડિયા પેઢીના મનીષભાઈ પટેલ અને તેનો ભત્રીજો મયંકભાઈ પોતાની કારમાં પાર્સલ મૂકીને જઈ રહ્યા હતા ત્યારે ચાર બુકાની ધારી શખ્સોએ ગુપ્તી અને ગિલોલથી તેના ઉપર હુમલો કર્યો હતો અને રોકડા રૂપિયા લૂંટીને નાશી ગયા હતા જેની મનીષભાઈએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લરખા ચૌહાણ જાતે ખાટકી (૨૯) રહે. મોચી શેરી મોચી બજાર રાજકોટ, સવાસીભાઇ હકકાભાઈ ગરંભડિયા જાતે કોળી (૧૯) રહે. નાના માત્રા તાલુકો વિછિયા તેમજ સુરેશ મથુરભાઇ ગરંભડિયા જાતે કોળી (૩૨) રહે. નાના માત્રા તાલુકો વિછિયા વાળાની ધરપકડ કરેલ હતી અને પોલીસે આરોપી પાસેથી ૭૯,૭૪,૦૦૦ ની રોકડ, ૭ લાખની હુંડાઈ વેન્યુ કાર નંબર જીજે ૩ એલએમ ૮૩૩૯ એમ કુલ મળીને ૮૬,૭૭,૦૦૦ લાખનો મુદામાલ કબજે કરેલ હતો આ આરોપીઓને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે ટીપ આપનાર અબ્દુલકાદર ઉર્ફે જાવિદ અલ્લરખા ચૌહાણ, ઈમરાન અલ્લરખા ચૌહાણ અને પંકજ કેશા ગરંભડિયાને પકડવા અને બાકીની રકમને કબજામાં લેવા માટે મોરબી એ ડિવિઝન પોલીસે તજવીજ શરૂ કરી છે 




Latest News