મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્રારા ઘર વપરાશની વિવિધ વસ્તુઓનું થશે રાહત દરે વિતરણ


SHARE







મોરબીમાં નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્રારા ઘર વપરાશની વિવિધ વસ્તુઓનું થશે રાહત દરે વિતરણ

મોરબીમાં આગામી તા.૧૦ ને રવિવારના રોજ નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્રારા ઘર વપરાશની વિવિધ વસ્તુઓનું રાહત દરે વિતરણ કરાશે.જેમા ઓર્ગેનિક તરબૂચ રૂા.૨૦ ના ૧ કિલો લેખે તેમજ ફૂલછોડનું રાહત દરે વિતરણ થશે.

ટંકારા તાલુકાના હરિપર ગામેથી ચંદુભાઈ ભાગિયા કે જેઓ પ્રગતિશીલ ખેડૂત છે તેઓ પોતાની વાડીમાં ઓર્ગનીક તરબૂચ વાવે છે તે પોતાના ઓર્ગનીક તરબૂચ લઈને ત્યાં રાહતદરે વેચાણ કરશે.તે ઉપરાંત અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, હાથે ખાંડેલ દેસી ઓસડિયા, માટીના કુંડા, તાવડી, દેસી હાથ ઘડાવ માટીના પાટિયા, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, પાપડ તેમજ વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.જે દરમિયાન સોસીયલ ડિસટન્સનું પાલન કરીને ફરજીયાત માસ્ક પહેરવા જણાવાયેલ છે.મોરબીના ઉમિયા સર્કલ નજીક મહાદેવ મંદિર પાસે તા.૧૦-૪ ના રોજ સવારે ૮:૩૦ થી બોપોરે ૧ સુધી વિતરણ થશે.તે અંગે વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મો.૯૯૨૫૩ ૬૯૪૬૫) અથવા વી.ડી.બાલા પ્રમુખ: નવરંગ નેચર ક્લબ-રાજકોટ (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે

બહેનોને ફળ અને શાકભાજી ઉછેરની તાલીમ આપશે

સરકારના બાગાયત ખાતા દ્વારા  બહેનો માટે બાગાયત પાકોના મુલ્યવર્ધન અંગેની વિવિધ ફળોનાં જામ, જેલી, અથાણા તેમજ શરબત અને ઘર આંગણાની ખાલી જગ્યામાં ફળ શાકભાજીનાં ઉછેરની તાલીમ ઓછામાં ઓછા ૨૦ બહેનો અને વધુમાં વધુ ૫૦ બહેનોમાં બે દિવસીય અને પાંચ દિવસીય તાલીમ યોજાશે. આ તાલીમમાં જોડાનાર બહેનોને પ્રતિ દિન ૨૫૦ રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે સરકારના બાગાયત ખાતા દ્વારા આપવામાં આવશે. તાલીમ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર તા.૩૦/૪/૨૦૨૨ સુધીમાં અરજી કરી અરજીની પ્રિંટ સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે મોકલી આપવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News