મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનજી મંદિરના રસ્તે ભારે વાહનોની ૧૦ દિવસ અવર-જવર બંધ


SHARE







મોરબીના ખોખરા હનુમાનજી મંદિરના રસ્તે ભારે વાહનોની ૧૦ દિવસ અવર-જવર બંધ

મોરબી તાલુકા ખોખરા હનુમાનજી મંદિર ખાતે તા.૮/૪ થી તા.૧૬/૪ સુધી રામ કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આશરે દરરોજ ૧૫૦૦૦ જેટલા લોકો કથા સાંભળવા માટે આવનાર છે જેથી રોડ રસ્તે ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉદભવે તેમ છે માટે ભરતનગરથી ખોખરા હનુમાનજી મંદિર થઇને બેલા રોડ પરથી પસાર થતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરી દેવામાં આવેલ છે અને તેની અવેજીમાં ટીંબડીના પાટીયા પાસે આવેલ આર.સી.સી. રોડજે પીપળી ગામ પાસે બેલા રોડને મળે છે તે રોડ પરથી ભારે વાહનો પસાર થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે અનુસંધાને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર મોરબી તાલુકાના ભરતનગર થી ખોખરા હનુમાનજી મંદિર થઇને બેલા રોડ પરથી ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે મોરબી તાલુકાના ટીંબડીના પાટીયા પાસે આવેલ આર.સી.સી.રોડ જે પીપળી ગામ પાસે બેલા રોડને મળે છે તે રોડનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામાનો અમલ તા.૮/૪ થી તા.૧૬/૪ સુધી કરવાનો રહેશે.






Latest News