ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સેવા સેતુ અંતર્ગત લોકોને સરકારી સેવાનો વધુ લાભ આપવા માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી


SHARE













મોરબી જિલ્લામાં સેવા સેતુ અંતર્ગત લોકોને સરકારી સેવાનો વધુ લાભ આપવા માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળની સરકાર દ્વારા રાજ્યમાં ફરીથી આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ચાલુ કરવામાં આવનાર છે ત્યારે પ્રજાજનોને ઘર આંગણે જ સરકારની તમામ સુવિધાઓ સરળતાથી મળી રહેશે. આ આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ શરૂ થવા જઇ રહ્યો છે. દર મહિનાના બીજા શનિવારે તાલુકા તેમજ નગરપાલિકા સ્તરે યોજાનાર આ સેવા સેતુના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત બુધવારે કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજિત બેઠકમાં જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે અરજદારોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મુક્યો હતો. ઉપરાંત વધુમાં વધુ નાગરિકો સરકારની આ સેવાનો લાભ મેળવી શકે તે માટે સ્થાનિક સરપંચઓ અને સભ્યો સાથે બેઠકમાં સુચારુ આયોજન કરવા પણ અધિકારીઓને જણાવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ તેમજ નિવાસ અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા પણ અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

મોરબી તાલુકા કક્ષાના આમરણ ક્લસ્ટરનો ખાતે આમરણ પ્રાથમિક શાળા ખાતેટંકારા તાલુકાના લજાઇ ક્લસ્ટરનો લજાઇ ગામની પ્રાથમિક શાળા મુકામેહળવદ તાલુકા સ્તરના ઘનશ્યામપુર ક્લસ્ટરનો ઘનશ્યામપુર પ્રાથમિક શાળા ખાતેમાળીયા તાલુકાના મોટી બરાર ક્લસ્ટરનો મોટી બરાર પ્રાથમિક શાળા મુકામે સેવા સેતુ કાર્યક્રમો યોજાશે. મોરબીહળવદવાકાંનેર અને માળીયા નગરપાલિકા સ્તરના સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોને સવારે ૯.૦૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી ૫૬ પ્રકારની ૧૩ જેટલા વિભાગોની સેવા એક જ સ્થળ પર આપવામાં આવશે.

આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશીતા મેરનાયબ કલેક્ટર એમ.એ. ઝાલાપ્રાંત અધિકારી ડી.એ. ઝાલાડીવાયએસપી એમ.આઇ. પઠાણજિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરાજિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. વી.કે. ચૌહાણપીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર પી.પી. બાવરવાસહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત તમામ મામલતદારઓતાલુકા વિકાસ અધિકારીઓનગરપાલિકાના પ્રતિનિધિઓ તેમજ લગત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News