મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે આયોજીત રામકથામાં તા.૧૧ ના રાજયના મુખ્યમંત્રી હાજરી આપશે


SHARE















 

મોરબીના બેલા ગામે આયોજીત રામકથામાં તા.૧૧ ના રાજયના મુખ્યમંત્રી હાજરી આપશે

મોરબીના બેલા ગામે આવેલા ખોખરા હરીહર ધામ ભરતનગર ખાતે રામકથામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી તાલુકાના ભરતનગર-બેલા ગામે આવેલ ખોખરા હરીહર ધામ ખાતે આગામી તા.૧૧ ના આવશે. તા.૮-૪ થી તા.૧૬-૪ દરમિયાન ખોખરા હરીહરધામ ખાતે રામકથાનું આયોજન કરવામાં આવેલ છે. આ રામકથાના કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તા.૧૧-૪ ના રોજ ઉપસ્થિત રહેશે.મુખ્યમંત્રીના મોરબી જિલ્લાના આ પ્રવાસ અંતર્ગત તેઓ આગામી તા.૧૧-૪ ના રોજ ૯:૫૦ કલાકે હેલીપેડ ઉતરી ૧૦ કલાકે ખોખરા હરીહર ધામ ખાતે યોજાયેલ રામકથાના આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે.

૧૨ એપ્રિલે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબીના નિયામક દ્વારા આગામી તા.૧૨-૪ ના રોજ સવારે ૧૧ કલાકે શ્રી.યુ.એન.મહેતા આર્ટસ કોલેજ, નજરબાગ પાસે, ભડીયાદ રોડ, સામાકાંઠે મોરબી-૨ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં મોરબી  જિલ્લાઓના  ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક,એસએસસી, એચએચસી, આઇટીઆઇ કે સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે  નિયત સમય અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે.તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીએ યાદીમાં જણાવેલ છે.






Latest News