મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી


SHARE









મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી

મોરબીના જેતપર ગામે છેલ્લા 16 દિવસથી ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર મેળવવા માટે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને આજે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ ખેડૂતોને પ્રતિ વીજ પોલ દીઠ 6.11 લાખ વળતર મળતું હતું તેની બદલે હવે 27.02 લાખ વળતર મળશે અને કોરિડોર માટે અગાઉ 12.74 લાખ રૂપિયા વળતર મળતું હતું જેની સામે 37.25 લાખ રૂપિયાનું વળતર મળશે અને આ વળતર ખેડૂતોને ટુકડે ટુકડે નહીં પરંતુ એક સાથે અને પહેલા ચૂકવવામાં આવશે. જોકે, આ જાહેરાતથી મોરબીના જેતપર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતોને સંતોષ છે કે નહીં તે બાબતે હજુ સુધી આંદોલનકારીઓ કે તેઓની સમિતિ તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી

સમગ્ર ગુજરાતની અંદર હાલમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને વીજ પોલ સામે જે વળતર ચૂકવવાનું છે તેને લઈને ક્યાંકને ક્યાંક ખેડૂતોમાં અસંતોષની લાગણી હતી જેથી ઠેર ઠેરથી વિરોધ કરવામાં આવતો હતો તેવામાં મોરબીના જેતપર ગામે 18 જૂનથી ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને આજે આંદોલનના 16 માં દિવસે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં તેઓએ ખાનગી વીજ કંપનીના વીજ પોલના વર્તન બાબતે કેટલીક જાહેરાતો કરેલ છે જેમાં અગાઉ ખેડૂતોને પ્રતિભોલ દીઠ 6.11 લાખ રૂપિયા વળતર મળતું હતું તેની સામે હવે 27.02 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવશે તેમજ કોરીડોર માટે ખેડૂતોને 12.74 લાખ રૂપિયા મળતા હતા તેની સામે હવે 37.25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે એટલું જ નહીં પરંતુ ખેડૂતોને અગાઉ જે ટુકડે ટુકડે વળતર આપવામાં આવતું હતું તેના બદલે કામ શરૂ કરતા પહેલા જ એક જ સાથે વળતરની તમામ રકમ ખેડૂતોને આપવામાં આવશે આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે આમ ખેડૂતોના બહોળા હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે અને હાલમાં જે જાહેરાત થઈ છે તેનાથી ખેડૂતોને અસંતોષ હોય તો તેઓ કોર્ટમાં જઈ શકે છે તેવી પણ સ્પષ્ટતા મંત્રીએ કરી હતી.

અત્રે ઉલ્લેખની સાથે મોરબી જેતપર ગામે આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલનકારીઓ દ્વારા પોતાની 6 માંગણીઓ સરકારને લેખિતમાં 11 દિવસ પહેલા મોકલાવી દેવામાં આવી હતી પરંતુ આજ દિવસ સુધી માંગણીઓ બાબતે સરકાર શું કરવા માંગે છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને આજે પત્રકાર પરિષદ કરીને જે નવી વળતર માટેની નીતિ જાહેર કરવામાં આવી છે તે બાબતે પણ કોઈ પણ પ્રકારની ચર્ચા આંદોલનકારીઓ કે તેઓની સમિતિ સાથે કરવામાં આવી નથી અને જે જાહેરાતો કરવામાં આવી છે તે અંગેની પૂર્તિ માહિતી પણ મોરબીના જેતપર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતો કે તેઓની સમિતિ પાસે નથી જેથી તેમના દ્વારા સરકાર તરફથી વળતર બાબતની જે જાહેરાત કરવામાં આવી છે તેનો લેટર કે પરિપત્ર તેઓને ન મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાની ના પાડવામાં આવી છે જોકે ખેડૂતોએ જે પ્રકારની માંગણી સરકાર પાસે કરી હતી તે મુજબનું જો વળતર આપવાની સરકારે જાહેરાત કરી નહીં હોય તો કદાચ આંદોલન આગામી સમયમાં પણ ચાલુ રહી શકે છે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી






Latest News