મોરબીની મેડિકલ કોલેજ મુદે ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા ભાજપના આગેવાનોની કાલે આરોગ્ય મંત્રી સાથે બેઠક
મોરબીમાં ક્રિકેટ સટ્ટો રમતો એક પકડાયો, મુંબઇના શખ્સની શોધખોળ
SHARE
મોરબીમાં ક્રિકેટ સટ્ટો રમતો એક પકડાયો, મુંબઇના શખ્સની શોધખોળ
મોરબી એલસીડીના સ્ટાફે શહેરના સામેકાંઠે ધરમપુર રોડ ઉપર ઉમાટાઉનશીપથી આગળ આવેલ આદર્શ સોસાયટી નજીકથી એક શખ્સને પકડી પાડયો હતો કે જે મોબાઇલ ઉપર લવ ગુરુ એપ્લિકેશનમાં હારજીત અને રમફેરનો જુગાર રમતો મળી આવ્યો હતો હાલ રોકડ રકમ અને મોબાઈલ સાથે એકની ધરપકડ કરીને મુંબઈના એક ઇસમનું નામ ખૂલતા બંનેની વિરુદ્ધ ગુનો નોંધી એકની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એલસીબીના સ્ટાફે શહેરના સામાકાંઠે ઉમાટાઉનશીપથી આગળ ધરમપુર રોડ ઉપર આવેલી આદર્શ સોસાયટી નજીકથી ધવલ અમૃત પરમાર જાતે દરજી (૩૮) રહે.આદર્શ સોસાયટી ઉમા ટાઉનશીપ રોડ મોરબી-૨ વાળાને પકડી પાડયો હતો.ધવલ દરજી ડાયમંડ એકસ નામની આઈડી મેળવીને તે પોતાના મોબાઇલ ફોનથી મુંબઇના ઇસમનો સંપર્ક કરીને તાજેતરમાં ચાલી રહેલી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં લાઇન ગુરૂ એપ્લિકેશનમાં મેચની હારજીત અને રનફેરનો જુગાર રમી સટ્ટો લગાવી રહ્યો હોય રૂપિયા પાંચ હજારની કિંમતના સેમસંગ કંપનીના મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ૩૬૦૦ એમ કુલ મળીને રૂા.૮૬૦૦ ની મતા સાથે હાલમાં પોલીસ દ્રારા ધવલ અમૃત પરમાર જાતે દરજી નામના શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને તે મુંબઇના દહીંસર ઇસ્ટ વિસ્તારના રહેવાસી ચિરાગ રાજુ વિભાણી જાતે દરજી નામના ઈસમ સાથે ક્રિકેટ સટ્ટો લગાવી રહ્યો હોય બંને વિરુદ્ધમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.હાલ ધવલ પરમારની ધરપકડ કરીને ચીરાગ દરજીની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મહિલા સારવારમાં
મોરબીની નાની કેનાલ વિસ્તારમાં આવેલા ઓમપાર્કમાં રહેતા ગીતાબેન દયારામભાઈ પરમાર નામના ૪૩ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને અવધ સોસાયટી પાસેથી જતા હતા તે દરમિયાનમાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા ગીતાબેન પરમારને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલા નાના પાળીયાદ ગામે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થતા જયપાલ મઘાભાઈ ડાભી નામના ૧૨ વર્ષીય બાળકને હાલ સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તેમજ મોરબી-કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ જોગણી માતાના મંદિર નજીક પતિ દ્વારા માર મારવામાં આવેલ હોય સબાનાબેન મહોમદભાઇ શાહમદાર નામની ૩૩ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પોલીસે ઉપરોક્ત બનાવોની નોંધ કરીને તેની આગળની તપાસ શરૂ કરી છે.