મોરબી જિલ્લા કોગ્રેસ પ્રમુખ જયંતીભાઈ દ્રારા પાવડિયારી મુકામે માતાજીનો હરખનો નવરંગ માંડવો યોજાયો
મોરબીમાં મોર ભગતની વાડીની બાજુમાં રહેતા વ્યક્તિએ કરેલ દાવાને સિવિલ કોર્ટે નામંજુર કર્યો
SHARE









મોરબીમાં મોર ભગતની વાડીની બાજુમાં રહેતા વ્યક્તિએ કરેલ દાવાને સિવિલ કોર્ટે નામંજુર કર્યો
મોરબીના શકત શનાળા મોર ભગતની વાડીની બાજુમાં રહેતા વ્યક્તિએ મોરબીની સિવિલ કોર્ટમાં દિવાની કેસ વર્ષ ૨૦૧૫માં દાખલ કર્યો હતો જેમાં પ્રતિવાદીના પુરાવા અને તેના વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે દાવો નામંજુર કર્યો છે
આ કેસની માહિતી મુજબ શકત શનાળા મોર ભગતની વાડીની બાજુમાં વિરજીભાઇ કાનજીભાઇ પરમારે તેમના પિતા કાનાભાઇ ધનાભાઇ પરમાર વિગેરે ૫ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં દિવાની કેસ વર્ષ ૨૦૧૫માં દાખલ કર્યો હતો અને મોરબી તાલુકાના વજેપર ગામ તળની નવી શરતની જમીન જે “ ગોકુળનગર” તરીકે ઓળખાય છે તે માહેના પ્લોટ નં -૪૯ પૈકીમાંથી આશરે ૮૦૦ ચો.ફુટ જગ્યા પ્રતિવાદી કાનાભાઇ ધનાભાઇ પરમારે વાદીને અનાજ દળવાની ઘંટ્ટી ચલાવવાના હેતુ કાઢી આપેલ છે અને તેનો કબજો ભોગવટો વિરજીભાઇનો છે તેમ જણાવી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા મોરબીની કોર્ટમાં દિવાની કેસ દાખલ કરેલ છે આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટે વિરજીભાઇની જુબાની અને વાદીએ રજુ રાખેલ પુરાવાઓ તથા પ્રતિવાદીઓની જુબાની તથા પ્રતિવાદીઓએ રજુ રાખલ પુરાવાઓ ધ્યાને લઇ પ્રતિવાદી ૧ થી ૩ ના વકીલ બી.બી. હડીયલની ધારદાર રજુઆત માન્ય રાખીને વાદીનો દાવો નામંજુર કરવામાં આવેલ છે
