મોરબીમાં મોર ભગતની વાડીની બાજુમાં રહેતા વ્યક્તિએ કરેલ દાવાને સિવિલ કોર્ટે નામંજુર કર્યો
મોરબીના ચાંચાપરમાં આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન
SHARE









મોરબીના ચાંચાપરમાં આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન
મોરબી તાલુકાના ચાંચાપર ગામે આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભાણદેવજી મહારાજ દ્વારા કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે
હાલમાં જુદા જુદા વિસ્તારોની અંદર કથાનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી રીતે મોરબી નજીકના ચાંચાપર ગામે ભાલોડીયા પરિવાર દ્વારા ખાતે શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાની અંદર વક્તા તરીકે ભણદેવજી મહારાજ દ્વારા લોકોને કથાનું રસપાન કરાવવામાં આવશે અને કથા દરમિયાન મહાત્મ કથા, હનુમાનજીનું બાલ ચરિત્ર, રામ હનુમાનનું મિલન તથા સંપૂર્ણ હનુમાન ચરિત્ર વિશેની કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે અને કથાનો સમય સવારે ૯ થી ૧૧ નો રાખવામાં આવ્યો છે અને કથાના વિરામ તારીખ ૧૮ ના રોજ સોમવારે કરવામાં આવશે આ કથાને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ રામજીભાઈ ભાલોડીયા, મનુભાઇ રામજીભાઈ ભાલોડીયા, સુધીરભાઈ મનુભાઇ ભાલોડીયા, દિવ્યકાંત લાધાભાઇ પનારા, સંજયભાઈ દેવજીભાઈ કોટડીયા, અતુલભાઇ ધરમશીભાઈ પનારા, સમીરભાઈ જયસુખભાઈ કાવર અને હસમુખભાઈ કુંવરજીભાઈ પડસુંબિયા તેમજ ભાલોડીયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે
