મોરબી શહેર ભાજપ દ્વારા ડો.બાબાસાહેબની જયંતિ પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા
મોરબી તાલુકા-મોરબી સીટી એ ડીવી.ના દારૂના ગુનામાં આરોપી પકડાયો
SHARE
મોરબી તાલુકા-મોરબી સીટી એ ડીવી.ના દારૂના ગુનામાં આરોપી પકડાયો
મોરબી પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા, દશરથસિંહ ચાવડા તથા યોગીરાજસિંહ જાડેજાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી સીટી એ ડીવી. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા નોંધાયેલ દારૂના જુદાજુદા બે ગુનાના કામે આરોપી નાસ્તો ફરતો હતો તે આરોપી સુરેશભાઇ નથુભાઇ સાલાણી રહે, ભીમાસર તાલુકો રાપર વાળો હાલે લાલપર શૈલેષ વે બ્રિજ પાસે ઉભેલ છે જેથી પોલીસે ત્યાંથી સુરેશભાઇ નથુભાઇ સાલાણીકોળી (ઉ.૨૮)રહે. ભીમાસર શનવાંઢ વાડી વિસ્તારમાં તાલુકો રાપર વાળાની ધરપકડ કરેલ છે અને તે આરોપીને મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવેલ છે