મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના ખાખરેચી ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો


SHARE









માળીયા (મિ)ના ખાખરેચી ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો

માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે થોડા દિવસો પહેલા પરિણીતાએ પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતકના પિતાએ હાલમાં તેના જમાઈ સહિત ત્રણ સામે દીકરીને ઘર કામ આવડતું નથી તેવું કહીને ઝઘડા કરતાં હતા જેથી તેની દીકરીએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ગોપાલભાઈ નવઘણભાઈ કોળી (ઉંમર ૨૨) ના પત્ની તેજલબેન કોળી (ઉંમર ૨૦) એ પોતાના જ ઘરની અંદર રૂમમાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતક પરિણીતાના જામનગરના બાલભા ખાતે રહેતા પિતા ટુભાઈ ઘોઘાભાઈ રાઠોડ (૫૦)એ માલિતા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેતેની દીકરી તેજલને ઘર કામ આવડતું નથી તેવું કહીને જમાઈ ગોપાલભાઈ નવઘણભાઈ કોળી, સસરા નવઘણભાઈ પ્રભુભાઈ કોળી અને સાસુ વનિતા નવઘણભાઈ કોળી તેની સાથે અવાર નવાર ઝઘડા કરતાં હતા અને માનસિક ત્રાસ આપતા હતા જે સહન ન થતાં તેને આપઘાત કરી લીધો છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News