મોરબીના મુનનગરમાં બ્રાન્ડેડ કંપનીના ભેળસેળયુક્ત ઓઇલ બનાવનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીના મુનનગરમાં બ્રાન્ડેડ કંપનીના ભેળસેળયુક્ત ઓઇલ બનાવનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૬ની પાછળના ભાગમાં આવેલ મૂનનગર ચોક પાસે થોડા દિવસો પહેલા એલસીબીના સ્ટાફને મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ગોડાઉનમાં જુદી જુદી બ્રાન્ડેડ કંપનીના ભેળસેળયુક્ત ઓઇલ બનાવવા આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ૨૫.૫૦ લાખથી વધુની રકમનો મુદામાલ કબજે કર્યો હતો દરમ્યાન કેસ્ટ્રોલ કંપનીના કર્મચારી દ્વારા હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઠગાઇ અને વિશ્વાસઘાતની બે શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે
કોરોના કાળમાં મોરબીમાંથી નકલી રેમડિસીવર ઇન્જેક્શનો સાથે બે ઇસમો મળી આવ્યા હતા અને પછી આંતરરાજ્ય કૌભાંડ સામે આવ્યું હતું અને અગાઉ અનેક ગોરખધંધા મોરબીમાં સામે આવી ચૂક્યા છે ત્યારે હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને પાલઘર ખાતે રહેતા સચીન તાનાજી દેસાઇ જાતે. મરાઠા (ઉ.૪૨)એ મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠકકર જાતે લુવાણા (ઉ.૩૭) ૧૦૨- શીવ હેરીટેઝ-બી આર.ડી.સી.બેન્ક નજીક રવાપર રોડ મોરબી તેમજ અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયા જાતે પટેલ (ઉ.૩૧) રહે. રવાપર ધુનડા રોડ સંકલ્પ એપાર્ટમેન્ટ ચોથા માળે બ્લોક નં. ૪૦૪ મોરબી વાળાની સામે ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, બંને આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળા ગોડાઉનમાં ફરીયાદીની કેસ્ટ્રોલ કંપની તેમજ બીજી અન્ય નામાંકિત કંપનીઓના ઓટોમોબાઇલ્સમાં વપરાતા એન્જીન ઓઇલના નામે હલકા પ્રકારની ગુણવતા વાળા ઓઇલમાં કેમીકલ, બેઇઝ ઓઇલ, ગુલાબનું પરફ્યુમ વિગેરે રો-મટીરીયલની ભેળસેળ કરી ડુપ્લીકેટ ઓઇલ બનાવી ડુપ્લીકેટ ઓઇલ, રો-મટીરીયલ, તેમજ ઓઇલ બનાવવના સાધનો વિગેરે મળી જે તે વખતે કુલ ૨૫,૫૦,૯૯૫ ના મુદામાલ સાથે મળી આવ્યા હતા અને ભેળસેળ યુકત બનાવેલ ઓઇલના ડબાઓ ઉપર કેસ્ટોલ કંપની તથા અન્ય કંપનીના ઓઇલ ડબાઓ,પાઉચ જેવા ડબ્બાઓ તૈયાર કરી તેની ઉપર કંપની લગાવે છે તેવા સ્ટીકરો તથા ટ્રેડમાર્ક લગાવ્યા હતા અને ભેળસેળ યુકત ઓઇલ બજારમાં વેચાણ કરી ફરીયાદી તથા અન્ય કંપનીઓની પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડયુ છે અને જુદીજુદી કંપનીઓ સાથે ઠગાઇ વિશ્ર્વાસઘાત કરેલ છે જેથી પોલીસે આઇ.પી.સી.કલમ ૪૦૬, ૪૨૦, ૪૮૨, ૪૮૫, ૪૮૬, ૪૮૯, ૧૧૪ તથા કોપી રાઇટ એક્ટ ૧૯૫૭ ની કલમ-૬૩, ૬૫ તથા ટ્રેડ માર્ક એક્ટ ૧૯૯૯ ની કલમ-૧૦૩, ૧૦૪, ૧૦૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
