મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ.પ્રશાંત મેરજાની ૧૪ મી પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ યોજાશે


SHARE









મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ.પ્રશાંત મેરજાની ૧૪ મી પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ યોજાશે

મોરબી માળીયા (મીં) ના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ.પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની ભર યુવાનીમાં કાર અકસ્માતમાં નિધન થતાં તેમની સ્મૃતિમાં મેરજા પરિવાર દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓ માટે નિદાન, સારવાર અને મફત દવા આપવાના માનવતાલક્ષી કેમ્પો પ્રસંગોપાત છેલ્લા ૧૪ વર્ષથી યોજવામાં આવતા હોય છે.

આગામી તા. ૧૭ એપ્રિલ ને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી ક્રિષ્ના હોલ કંડલા બાયપાસ રોડ વાવડી ચોકડી અતુલ ઓટોની બાજુમાં મોરબી ખાતે કેમ્પનું આયોજન કરવામાં અવાયું છે ત્યારે શિવરામદાસ બાપુ (મહંત કબીર આશ્રમ) પણ હાજર રહેશે અને આ કેમ્પમાં ડૉ. ભાવિન ગામી (જનરલ ફિઝીશીયન તથા ફેફસાના રોગના નિષ્ણાંત), ડૉ. હિતેષ કણઝારિયા (જનરલ ફિઝીશીયન), ડૉ. શરદ રૈયાણી (બાળ રોગના નિષ્ણાંત), ડૉ. સુકાલીન મેરજા (ઓર્થોપેડિક સર્જન), ડૉ. ભૂમિ ભાડેશિયા (નાક, કાન અને ગળાના રોગના નિષ્ણાંત), ડૉ.ભાવેશ શેરશિયા (ચામડીના રોગના નિષ્ણાંત) ડૉ.કૃપા મેરજા (આંખના સર્જન) વિગેરે સેવા આપશે જેથી કરીને આ મેડિકલ કેમ્પના આયોજક મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યકક્ષા મંત્રી બ્રિજેશ મેરજા, ડૉ.ભાવિન ગામી અને સન્ની મેરજાએ દર્દીઓને બહોળો લાભ લેવા અનુરોધ કર્યો છે.




Latest News