મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક પકડાયો : એકની શોધખોળ


SHARE









મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક પકડાયો : એકની શોધખોળ

મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ પાસે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઇસમ ઝડપાયો હતો માટે પોલીસે ૧૨,૪૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું છે માટે પોલીસે તેને પકડવા તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ તુલસી હોટલની નજીક એક શખ્સ દ્વારા લાઇવગુરુ ઓનલાઇન એપ્લીકેશન વડે તાજેતરમાં ચાલી રહેલ ગુજરાત અને રાજસ્થાનની આઇપીએલ મેચ મોબાઇલમાં લાઇવ નિહાળીને તેના ઉપરથી ક્રિકેટ સટ્ટો રમતો મળી આવ્યો હતો જેથી હાલમાં પોલીસે સ્થળ ઉપરથી મયુર નરભેરામભાઈ મેંદપરા જાતે પટેલ (ઉમર ૨૭) રહે.ઉમિયા સર્કલ પાસે વૃંદાવન પાર્ક મયુર પેલેસ ફ્લેટ નંબર ૨૦૧ મોરબી વાળાની રોકડા રૂા.૨૪૦૦ અને ૧૦ હજારની કિંમતનો મોબાઇલ એમ કુલ મળીને રૂા.૧૨,૪૦૦ ની કિંમતના મુદામાલની સાથે તેની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પાસેથી મોરબીમાં રહેતા વિપુલ નામના શખ્સનું નામ સામે આવ્યું હોય બંને સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને વિપુલને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

ગળેફાંસો લાગી જતા યુવાન સારવારમાં

વાંકાનેર તાલુકાના વલાસણ ગામે રહેતો બચુભાઈ વાઘજીભાઈ ચાવડા નામનો એકતાલીસ વર્ષીય યુવાન ઘરે હતો ત્યાં તેને ગળેફાંસો લાગી જતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી જે દરમિયાન ભોગ બનેલ યુવાને પોલીસને આપેલા નિવેદનમાં ખુલ્યુ હતું કે પોતે પોતાની બે દીકરીઓ સાથે ઘરે રમી રહ્યો હતો અને ચુંદડી ગળાના ભાગે વિંટાળેલી હતી ત્યારે દીકરીઓ સાથે રમતા સમયે ચૂંદડીની ગાંઠ લાગી જતા ગળેફાંસો લાગી ગયો હતો અને જેથી કરીને તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.






Latest News