મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા
Breaking news
Morbi Today

મોરબીના યુવા આગેવાને ટવીટર વડે કરી ટકોર, કેજરીવાલનાં આપ મોડલ કરતા આપણું ગુજરાત મોડલ અનેકગણુ સારૂ


SHARE













મોરબીના યુવા આગેવાને ટવીટર વડે કરી ટકોર, કેજરીવાલનાં આપ મોડલ કરતા આપણું ગુજરાત મોડલ અનેકગણુ સારૂ

તાજેતરમાં ગુજરાતના ભાવનગર આવેલા આપ પાર્ટીના મનિષસિંહ સીસોદીયાએ ગુજરાતની શાળાઓની પોલ ખોલી હતી જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હોમ ગ્રાઉન્ડ ભાવનગરમાં શાળાઓની હાલત કેવી છે તે તેઓએ દર્શાવ્યું હતું તેને લઈને ટ્વિટરના માધ્યમથી મોરબી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા દ્વારા આમ આદમી પાર્ટીને ગુજરાત મોડલની સરકારી શાળાઓની માહિતી આપવામાં આવી હતી અને ટકોર કરતા જણાવ્યું હતુ કે ગુજરાતની વસ્તી ૬.૬ કરોડ છે.તેની સામે સરકારી શાળાની સંખ્યા ૪૦,૩૯૮ છે.જ્યારે દિલ્હીની વસ્તી ૩.૨ કરોડની છે તની સામે સરકારી શાળાની સંખ્યા માત્ર ૨,૮૧૪ છે.ગુજરાતની તુલનામાં દિલ્લીની વસ્તી પચાસ ટકા છે તેમા પણ ૧૦ ટકા સરકારી શાળાઓ જ ઉપલબ્ધ છે.ક્યાં કારણોથી ગુજરાતની શાળા સાથે દિલ્લીની સરકારી શાળાઓની સરખામણી કરે છે તે સમજાતું નથી.આ સ્થિતમાં કેવી રીતે બંનેની સરખામણી થઈ શકે..? કેજરીવાલનાં આપ મોડલ કરતા આપણું ગુજરાત મોડલ અનેકગણુ સારૂ છે તેમ કેયુરભાઈ પંડ્યા (ઉપપ્રમુખ મોરબી શહેર યુવા ભાજપ) એ જણાવ્યું હતુ.








Latest News