મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડેથી ચોરાઉ રીક્ષા સાથે ઝડપાયેલ રીઢા આરોપી પાસેથી સાત ચોરાઉ બાઇક પણ ઝડપાયા


SHARE













મોરબીના રવાપર રોડેથી ચોરાઉ રીક્ષા સાથે ઝડપાયેલ રીઢા આરોપી પાસેથી સાત ચોરાઉ બાઇક પણ ઝડપાયા

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી છેલ્લા દિવસો ની અંદર વાહનોની ચોરી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબીમાંથી વધુ બે બાઈકની ચોરી કરવામાં આવી હોવા અંગેની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે આમ છેલ્લા બે દિવસમાં મોરબી વિસ્તારમાંથી છ જેટલા વાહનોની ચોરી થઇ હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ હતી અને પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી હતી દરમિયાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ટીમ દ્વારા રવાપર ઘુનડા રોડ ઉપરથી ચોરાઉ રીક્ષા સાથે એક શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી સાત ચોરાઉ મોટરસાયકલ પણ મળી આવ્યા છે માટે પોલીસે સાત બાઇક તેમજ એક રીક્ષા એમ કુલ મળીને 3.48 લાખના મુદ્દામાલને કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરી તેમને રિમાન્ડ માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી જીલ્લામાં સામાન્ય રીતે વાહનની ચોરી થયા બાદ જ્યાં સુધી વાહન ચોર ન પકડાય ત્યાં સુધી મોટાભાગે ફરિયાદ લેવામાં નથી આવતી તેવો જ ઘાટ હાલમાં પણ જોવા મળ્યો છે છેલ્લા દિવસો દરમિયાન મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી બાઇકની ઘણી ચોરી કરવામાં આવી હતી જોકે તેની પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી અને જે તે, સમયે પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ કરવામાં આવી હતી દરમિયાન ગઈકાલે મોરબી શહેરી વિસ્તારની અંદરથી એક સીએનજી રીક્ષા અને ત્રણ બાઈક ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેથી કરીને ચોર પકડાઈ ગયો હોય તેવી શક્યતાઓ હતી દરમિયાન આજે વધુ બે બાઈકની ચોરીની ફરિયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે જેમાં મોરબીના રવાપર રોડ પર આવેલ વિજયનગરમાં રહેતા પરેશભાઈ મહેન્દ્રભાઈ છત્રોલા (ઉંમર 45)એ ફરિયાદ લખાવી છે કે પોતાના ઘર પાસે તેઓએ પોતાનું બાઇક નંબર જીજે 3 આર આર 3270 પાર્ક કરીને મૂક્યું હતું જે 40 હજાર રૂપિયાની કિંમતની બાઇકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયેલ છે.તથા સાહેદ દીક્ષીતભાઇ શંકરભાઇનુ હોન્ડા સાઇન મોટર સાયકલ નં. GJ-03-FR-3061 કિ.રૂ.૪૦૦૦૦ વાળા મોટર સાયકલને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે.તે રીતે જ મોરબીના સાવસર પ્લોટ વિસ્તારની અંદર આવેલા આયુષ હોસ્પિટલ પાસે નીતિનભાઈ રમેશભાઈ જાદવ રહે, સજનપરવાળાએ પોતાનું બાઇક નંબર જીજે 25 ઇ 7488 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ હતો જેથી કરીને 40 હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી આમ છેલ્લા બે દિવસથી અંદર મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી કુલ મળીને છ વાહનની ચોરી થઇ હોય તે પ્રકારની ફરિયાદો નોંધાઈ હતી જેથી કરીને પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી હતી.

દરમ્યાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના આસિફભાઇ રાઉમા અને ચકુભાઈ કલોતરાને મળેલ બાતમીના આધારે રવાપર ગામ થી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ચોરાઉ સીએનજી રીક્ષા લઈને પસાર થયો છે તેવી બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી ચોરાઉ રીક્ષા સાથે નીકળેલ બાદશાહ ભૂરો રમજાનભાઈ શાહમદાર જાતે ફકીર (ઉંમર 22) રહે હાલ કાલીકા પ્લોટ મૂળ રહે ભવાનીનગર હળવદ વાળાની અટકાયત કરી હતી અને તેની પાસે રહેલ રીક્ષા નંબર જીજે 36 યુ 3735 કબજે કરી હતી ત્યારબાદ પોલીસે તેની પૂછપરછ કરતા આ શખ્સે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી બાઇકોની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી જેથી કરીને તેની પાસેથી એક બે નહીં પરંતુ સાત ચોરાઉ બાઇક કબજે કર્યા હતા.આમ ચોરાઉ બાઈક તેમજ રીક્ષા મળીને 3.48 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલમાં પકડાયેલા આરોપી અગાઉ પણ રાજકોટ હળવદ અને વાંકાનેરમાં ચોરીના ગુનામાં પકડાયો હોવાની માહિતી હાલમાં મોરબી પોલીસની ટીમ પાસેથી મળી રહી છે હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.








Latest News