મોરબીમાં હિન્દુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન શરૂ
SHARE
મોરબીમાં હિન્દુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન શરૂ
મોરબીમાં હિન્દુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન અંતર્ગત એક અલગ પ્રકારની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે.આ ઝુંબેશમાં મોરબી જિલ્લાની સમગ્ર સનાતની હિંદુ જનતાને જ્ઞાતિવાદ મૂકીને હિન્દુ બનીએ એક બનીએ અને સંગઠિત થઈ જ્ઞાતિવાદ બંધ કરીએ.એવા મેસેજ સાથે તેમની સંસ્થા અને તેમના કાર્યકર્તાઓ દ્વારા મોટર સાયકલ, રિક્ષામાં, કારમાં, ધંધા રોજગારના સ્થળ ઉપર તેમજ હવે તો મોબાઈલ ઉપર પણ હિન્દુ લખેલું સ્ટીકર લગાડવામાં આવી રહ્યું છે.આ કાર્ય જોઈ દરેક નાના-મોટા યુવાનો વડીલો બહેનો અને વેપારીઓ આ ઝુંબેશમાં જોડાવા માંડ્યા છે.
એટલું જ નહીં દરેક હિંદુના ઘર, ઓફિસ, દુકાન, ધંધા-રોજગાર ઉપર આપણો ભગવો ધ્વજ લહેરાવી શકાય, તે માટે નિ:શુક્લ ધ્વજની વહેંચણી પણ કરવામાં આવી રહી છે અને ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે તો જે પણ હિંદુ સનાતની ભાઈઓ-બહેનોને સ્ટીકર કે ધજા લગાવવા ઇચ્છતા હોય તે લોકો વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલયમા સંપર્ક કરે સાથોસાથે જે વેદો અને શાસ્ત્રો આપણે ભૂલી ગયા છીએ.તે વૈદિક સંસ્કૃતિને પણ જાગૃત કરવા ઘરે ઘરે વેદો પહોંચાડવામાં આવી રહ્યા છે.રામસેતુ પુલ બાંધવામાં જૈમ ખિસકોલીએ પણ પોતાની ભૂમિકા ભજવી હતી.તેવી જ રીતે હિન્દુ જાગૃતિ અભિયાન અને આપણી સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાના આવા અથાગ પ્રયત્નો કરવામાં હિન્દુ ઓમ સનાતન સંગઠનની કામગીરીને લોકો બીરદાવી રહ્યા છે અને સપોર્ટ પણ કરી રહ્યા છે.