મોરબીમાં હિન્દુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન શરૂ
મોરબીમાં ૨૨ એપ્રિલ વિશ્વ પૃથ્વી દીવસ અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન
SHARE
મોરબીમાં ૨૨ એપ્રિલ વિશ્વ પૃથ્વી દીવસ અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન
૨૨ એપ્રિલ વિશ્વ પૃથ્વી દીવસ અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે જેમાં પૃથ્વી પરનાં પર્યાવરણને બચાવવા હું શું શું કરી શકુ ? એ વિષય ઉપર ઘર બેઠાંબેઠા વિડીયો બનાવીને સ્પર્ધામાં ભાગ લેવા જણાવવામાં આવેલ છે.
ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં ૨૨ મી એપ્રિલ "વિશ્વ પૃથ્વી દિવસ" અનુસંધાને સ્પર્ધા યોજવામાં આવેલ છે.ધરતીનું સામાજિક અને રાજનીતિક મહત્વ છે પરંતુ તેનું વૈજ્ઞાનિક અને પર્યાવરણ સંબંધી મહત્વ પણ છે જ.આપણે એકલા અને સામૂહિક રૂપે ઘરતીને બચાવવામાં ફાળો આપી શકીએ છીએ.આમ તો આપણે દરેક દિવસ પૃથ્વી દિવસ માનીને તેના બચાવ માટે કંઈકને કઈક કરતાં રહેવુ જોઈએ.પરંતુ પોતાની વ્યસ્તતામાં વ્યસ્ત માણસ જો વિશ્વ પૃથ્વી દિવસના દિવસે જ થોડુ ઘણુ યોગદાન આપે તો ઘરતીના કર્જને થોડુ ઉતારી શકે તેમ છે.વિશ્વ પૃથ્વી દિવસ ૨૨ એપ્રિલ વક્તૃત્વ સ્પર્ધામાં પૃથ્વીનાં પર્યાવરણને બચાવવા માટે હું શું શું કરી શકું તે માટે ઘરે બેઠાં શોર્ટકટ વિડીયો ફિલ્મ બનાવી કેટેગરી મુજબ જવાબ મોકલી આપવાના રહેશે.કેટેગરી-૧(ધો.૧ થી ૪) એક થી બે મીનીટ, કેટેગરી-૨ (ધો.૫ થી ૮) બે થી અઢી મિનીટ, કેટેગરી-૩ (ધો.૯ થી ૧૨) બે થી ત્રણ મીનીટ તેમજ કેટેગરી-૪ (કૉલેજનાં વિધાર્થીઓ શિક્ષકમિત્રો તથા વાલીઓ) બે થી ત્રણ મીનીટ.સ્પર્ધા માટે યોગ્ય ઉત્તરનો શોર્ટ વિડીયો બનાવીને છેલ્લી તા.૨૨-૪ ના રાત્રીના નવ વાગ્યા પહેલા એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ઉપર મોકલી આપવાનો રહેશે.