માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ પાસે વાહન અકસ્માત દરમિયાન યુવાનનું મોત


SHARE

















હળવદના રણજીતગઢ પાસે વાહન અકસ્માત દરમિયાન યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના રણજીતગઢ ગામ પાસે થયેલા વાહન અકસ્માતમાં યુવાનનું મોત નિપજતા મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ તાલુકાના રણજીતગઢ ગામની પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા મનહરીયાભાઈ દાજીભાઈ વસાવા નામના ૪૨ વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું.જેથી કરીને તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ પોલીસ મથકનો હોય ત્યાં આ બનાવ સંદર્ભે જાણ કરતા હાલ હળવદ પોલીસે ઉપરોકત બનાવની આગળની તજવીજ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના નાની વાવડી ગામના રહેવાસી જયંતીભાઈ જસમતભાઈ પડસુંબીયા નામના ૬૩ વર્ષિય આધેડ સાંજના સમયે નાનીવાવડી બાજુથી શાંતિનગર બાજુ જતા હતા ત્યારે રસ્તામાં બગથળા રોડ ઉપર તેઓ બાઇકમાંથી પડી જતાં ઈજાગ્રસ્ત થયેલા જયંતીભાઈ પડસુંબીયાને મોડી રાતે સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદ ખાતે રહેતો અલ્પેશપરી જનકપરી ગોસાઈ નામનો ૩૫ વર્ષીય યુવાન બાઇક લઇને રાજકોટ ગયો હતો અને ત્યાંથી પરત હળવદ જતો હતો ત્યારે રાજકોટ હાઇવે ઉપર ગૌરીદડની પાસેના પેટ્રોલ પંપ નજીક તેનું બાઇક સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત થયેલા અલ્પેશપરિ ગોસાઇને સારવારમાં મોરબી ખસેડાયો હતો.મોરબીના સામાકાંઠે આવેલા ગાંધીનગર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ તેજાભાઈ મઠીયા નામના ૪૦ વર્ષીય યુવાનને તેના કૌટુંબિક ભાઇ જગદીશભાઈ સાથે બોલાચાલી બાદ ઝપીઝપી દરમિયાન ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા જેથી બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે ભલો પરસોત્તમભાઈ વરાણીયા નામનો ૩૨ વર્ષીય કોળી યુવાન જુના ઘુંટુ રોડ ઉપર ભગવતી ફ્લોર મીલ પાસે સોડાની દુકાને ઉભો હતો ત્યારે ત્યાં તેની પાસે તેનો ભાઈ રમેશ આવ્યો હતો અને 'દુકાને કેમ બેસતો નથી..?' તેમ કહીને ઝઘડો કરીને ધક્કો માર્યો હતો જેથી પડી જતા ઇજાઓ થવાથી જીતેન્દ્ર વરાણીયાને સારવારમાં ખસેડાયો હતો.જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી-નીચી માંડલ ગામ વચ્ચે વાહન અકસ્માતના બનાવમાં ત્યાં આવેલ સિમોરા સીરામીક નજીક રહેતા અજયભાઈ મદનભાઈ નાઇ નામના ૧૯ વર્ષીય પરપ્રાંતિય યુવાનને ઇજાઓ થતા તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.




Latest News