મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરશુરામધામના નિર્માર્થે શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન


SHARE













વાંકાનેરમાં પરશુરામધામના નિર્માર્થે શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન

વાંકાનેર સમસ્ત બ્રહ્નસમાજ દ્વારા વાંકાનેર ખાતે નિર્માણાધીન પરશુરામધામના લાભાર્થે વાંકાનેરમાં તા.૧૭-૪ થી તા.૨૩-૪ દરમિયાન શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.કથા દરમિયાનમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ધામધુમપુર્વક ઉજવાશે.

વાંકાનેર સમસ્ત બ્રહ્નસમાજ દ્વારા પરશુરામધામના નિર્માણાર્થે વાંકાનેરમાં શ્રીમદ્દ ભગવત કથાનો યોજવામાં આવેલ છે.કથા તા.૧૭-૪ થી ૨૩-૪ સુધી દરોજ બપોરે ૩:૩૦ થી સાંજના ૭ સુધી ચાલશે.કથાનું આયોજન રામ-બલરામ-પરશુરામ ગરબી ચોક, ભાટિયા સોસાયટી ખાતે કરાયેલ છે. શાસ્ત્રી મયુરભાઈ ભટ્ટ સંગીતમય શૈલીમા શ્રોતાઓને કથાનું રસુાન કરાવી રહ્યા છે.આવતીકાલ તા.૧૯-૪ ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા.૨૦-૪ ના રોજ વામન પ્રાગટ્ય તેમજ શ્રીરામ જન્મોત્સવ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવના પ્રસંગો ઉજવાશે, તા.૨૧-૪ ના રોજ ગિરિરાજ ઉત્સવ, તા.૨૨-૪ ના રોજ રૂક્ષ્મણી વિવાહ અને તા.૨૩-૪ ના રોજ સુદામા ચરિત્ર અને મહાપ્રસાદના આયોજન કરવામાં આવેલ છે.કથા નિમિતે આવતીકાલે તા.૧૯ તેમજ તા.૨૧ ના રોજ રાત્રીના નવ વાગ્યે સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.






Latest News