મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મુદ્દો ન બનાવે તે માટે ભાજપ પ્રતિનિધિમંડળે પણ સરકારી મેડીકલ કોલેજ બાબતે કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત


SHARE











મોરબીમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મુદ્દો ન બનાવે તે માટે ભાજપ પ્રતિનિધિમંડળે પણ સરકારી મેડીકલ કોલેજ બાબતે કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત

મોરબીમાં હાલ જો કોઈ સૌથી મહત્વનો ચર્ચાતો વિષય હોય તો તે છેે મોરબીને મળેલી અને બાદમાં કેન્સલ કરીને તાપી આપવામાં આવેલી સરકારી મેડિકલ કોલેજ.મોરબી ગર્ભશ્રીમંતોની નગરી કહેવાય છે.દેશ લેવલે સૌથી વધુ ટેક્સ સરકારને મોરબીમાંથી જાય છે છતાં પણ દિવસેને દિવસે મોરબીમાં સુવિધાઓ વધવાના બદલે ઘટી રહી હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળે છે.સ્થાનિક શાસક પક્ષ ભાજપ તેમજ વિપક્ષ કોંગ્રેસ અને આપની નબળી નેતાગીરીના લીધે મોરબીમાં દિન પ્રતિદિન સુવિધાઓ જુટવાતી જતી હોય તેવું જોવા મળે છે તેમાં મોરબીમાં મંજૂર થયેલી સરકારી મેડિકલ કોલેજને સરકારીના બદલે અન્ય પ્રકારની મેડિકલ કોલેજમાં તબદીલ કરવામાં આવી છે તે વાતને લઈને મોરબીવાસીઓમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે.

દરેક પક્ષોમાં પણ આ બાબતનો વિરોધ જોવા મળી રહ્યો છે અને તેનું કારણ છે લોકોની લાગણીઓ જીતવી કારણ કે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે શાસકપક્ષ પોતાનો વોટીંગ હિસ્સો જાળવી રાખવા માટે તેમજ વિપક્ષો પોતાનો વોટીંગ શેર વધારવા માટે આ મુદ્દાને આગળ વધારી રહ્યા છે.જોકે નિષ્પક્ષ વાત કરીએ તો મોરબીને ખરેખર મેડિકલ કોલેજ મળવી જ જોઈએ એવી અહીંના પ્રબુદ્ધ નાગરિકોમાંથી પણ માંગ ઉઠી રહી છે.કારણ કે લોકોએ બહાર જઈને મોંઘુ મેડીકલ શિક્ષણ મેળવવું પડે તો તે દરેક વર્ગના લોકો માટે અનુકૂળ નથી માટે મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળવી જ જોઈએ.હાલમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દાને લઈને જોરશોરથી પ્રચાર પ્રસાર અને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને મોરબી ભાજપે પણ એક્શનમાં આવવુ પડ્યું છે અને ખુદ ભાજપના મોવડી મંડળે કરેલા હુકમની સામે ફેરવિચારણા માટે રજૂઆત કરવી પડી છે.કારણકે હાલમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મેડિકલ કોલેજ મુદ્દે લડત આપવામાં આવી રહી છે અને પ્રજાની લાગણી જીતવા પ્રયાસ થઈ રહ્યો છે અને જો કે આ મુદ્દો સાચો પણ છે એવામાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આ મુદ્દાને મેઇન મુદ્દો ન બનાવે તે માટે થઈને મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ભાજપની ઉચ્ચ કક્ષાએ આ બાબતે ફેર વિચારણા કરવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જીલ્લાને મળેલ સરકારી મેડીકલ કોલેજ અંગે ગત તા.૧૩-૪ ને બુધવારના રોજ મળેલ બેઠકમાં રાજય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, પ્રદેશ અગ્રણી રાઘવજીભાઈ ગડારા, બ્રહ્મ આગેવાન અનિલભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લાના સંગઠનના પ્રભારી ભાનુભાઈ મેતા, મોરબીના આગેવાન વેલજીભાઈ પટેલ (બોસ), મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જયુભા જાડેજા, જેસંગભાઈ હુંબલ તેમજ મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના પંચાયત અને શ્રમ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શીહોરા અને જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી રીશીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા તથા ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના આગેવાનોને સાથે રાખી મોરબીની મેડીકલ કોલેજ સરકારી મેડીકલ કોલેજ તરીકેની માન્યતા ચાલુ રહે તે અંગે મીટીંગ યોજીઇ હતી તે દરમિયાન રજુઆત કરવામાં આવી હતી.આરોગ્ય મંત્રીએ સર્વે આગેવાનોને ખાતરી આપેલ હતી કે અગાઉ મોરબી જીલ્લામાં જે કોલેજ મંજુર થઈ હતી તે જ પ્રમાણે રહેશે.કોઈપણ જાતનો તેમાં બદલાવ કરવામાં આવશે નહિ તેવી ખાતરી આપેલ છે.

કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી મોરબી જીલ્લાની પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહી છે તેમ કબીને ભાજયે વધુમાં જણાવ્યું હતુ કે કોંગ્રેસે પોતાના ૭૦ વર્ષના શાસનકાળમાં મોરબી જીલ્લાના તાલુકાઓમાં શું વિકાસ કર્યો છે તે પ્રજા જાણે જ છે માટે પ્રજા કોંગ્રેસને જાકારો આપી રહી છે. મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ માટે ઉપવાસ આંદોલન કરી પ્રજાને ગુમરાહ કરવાના જે પ્રયત્નો કરે છે તેને મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ જીલ્લા ભાજપના આગેવાનો ઘોર આલોચના કરી મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ મોરબી જીલ્લાની દરેક પ્રજાને સરકારની સુશાસનની સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરકારી ધોરણે મળી રહે તે માટે હરહંમેશ સંકલ્પિત છે અને સદાય સંકલ્પિત રહેશે તેવું જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યુ છે.






Latest News