મોરબીમાં કાલે ઇન્ડીયન લાયોનેસ ક્લબના પ્રમુખ સહિતના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાશે
SHARE
મોરબીમાં કાલે ઇન્ડીયન લાયોનેસ ક્લબના પ્રમુખ સહિતના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાશે
ઇન્ડિયન લાયોનેસ ક્લબ-મોરબી દ્વારા આગામી વર્ષ ૨૦૨૨-૨૩ ના નવા પ્રમુખ તરીકે ઇન્ડિયન લાયોનેસ કલબના નયનાબેન બારા અને તેની ટીમની વરણી કરવાની હોય આવતી કાલ તા.૧૯ ને મંગળવારે સવારે ૧૧ કલાકે અહીંના લોહાણા વિદ્યાર્થી ભવન, મોરબી ખાતે પદગ્રહણ સમારોહ યોજાશે.
આ તકે નેશનલ કલબ ચેરમેન ઈ.લા.ધીમંતભાઈ શેઠ શપથગ્રહણ પુરોહિત તરીકે તેમજ અતિથી વિશેષ તરીકે નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા, સ્ટેટ પ્રેસિડેન્ટ વિજયાબેન કટારીયા, સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ ધીરૂભાઈ સુરેલીયા અને સેક્ટર ચેરમેન સુરેશભાઈ કટારીયા સહિતના ઉપસ્થિત રહેશે.નીલકંઠ વિધાલયના ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને મોરબી પત્રકાર એસોસીએશનના પ્રમુખ અતુલભાઈ જોષી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.તેમ ક્લબ પ્રમુખ પ્રીતીબેન દેસાઈ અને સેક્રેટરી મયુરીબેન કોટેચાએ યાદીમાં જણાવેલ છે.