મોરબીમાં કાલે ઇન્ડીયન લાયોનેસ ક્લબના પ્રમુખ સહિતના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાશે
મોરબીમાં કોઇ કોઇને નડે નહીં તેનું ધ્યાન રાખવા મુકાયેલ સીસીટીવીનો પોલ જ નડતરરૂપ..?!
SHARE
મોરબીમાં કોઇ કોઇને નડે નહીં તેનું ધ્યાન રાખવા મુકાયેલ સીસીટીવીનો પોલ જ નડતરરૂપ..?!
મોરબી પાલિકામાં ભાજપની હાલ બહુમતી છે તે રીતે જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ ભાજપની બોડી છે છતાં પણ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે તેમાં બેમત નથી.કારણકે નાની-મોટી બાબતોમાં પણ ધ્યાન આપવામાં આવતું નથી અને તે બાબતો સમય જતા માથાના દુખાવારૂપ બની જાય છે તે નવી વાસ્તવિકતા છે.તે અંગે વધુમાં મળતી વિગત મુજબ મોરબીમાં થતાં સરકારી કામો ઉપર યેનકેન પ્રકારે યોગ્ય સુપરવિઝન કરવામાં આવતુ નથી અને તેના કારણે કોન્ટ્રાકટરોને હાલ બખ્ખા થઈ ગયા હોય તેનો ઘાટ છે અને તેનો લાભ જવાબદાર અધિકારી-પદાધિકારીઓને પણ મળતો જ હોય તેવો પ્રજામાંથી પણ ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે તેવામાં અહીંના જાગૃત નાગરિકે મોરબીના મુખ્ય માર્ગો ઉપર લોકોનું ધ્યાન રાખવા માટે લગાવવામાં આવેલો સીસીટીવી કેમેરાનો પોલ જ નડતરરૂપ હોય તેનું યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ પાલીકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી છે.તેમા તેઓએ જણાવ્યું છેકે શનાળા રોડ ઉપર આવેલા ઉમિયા સર્કલ પાસે રોડની વચ્ચોવચ સીસીટીવી કેમેરાનો પોલ આવેલ હોવાથી ટ્રાફિકમાં નડતરરૂપ થાય છે.તેમજ વાહનચાલકોને તેના લીધે હેરાનગતી ભોગવવી પડે છે માટે આ નડતરરૂપ પોલ લોકોસુવીધા માટે રોડ વચ્ચેથી હટાવવો જોઇએ.અત્રે ઉલ્લેખનીય છે કે આ રજૂઆત સામાજિક કાર્યકરે કરી છે જોકે આ વિસ્તારમાં આવતા કાઉન્સીલરો કે આ રોડ ઉપરથી નીકળતા રાજયમંત્રી સહિતના જવાબદાર રાજનેતાઓને કેમ આવી નાની મોટી લોક સમસ્યાઓ દેખાતી નથી..? એટલે કે આવી નાની વાતમાં પણ મોરબીવાસીઓએ હેરાનગતી ભોગવવી પડે છે. બધું રૂડુરૂડુ બતાવવામાં આવે છે જોકે ખરી વાસ્તવિકતા તેનાથી કંઈક ઓર જ છે.શનાળા રોડ ઉમિયા સર્કલ પાસે આ સીસી કેમેરાના પોલ રોડ વચ્ચે હોવાથી દલવાડી સર્કલ સાઇડથી આવતા વાહનચાલકોને વળાંકમાં મુશ્કેલી પડે છે.વળી આ પોલમાં સીસી કેમેરો લગાવેલ પણ નથી..?! માટે પ્રજાને કનડતા આવા નાના-મોટા પ્રશ્નો અંગે રાજનેતાઓ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.