મોરબીમાં કોઇ કોઇને નડે નહીં તેનું ધ્યાન રાખવા મુકાયેલ સીસીટીવીનો પોલ જ નડતરરૂપ..?!
મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતો સાધન સહાય માટે ૩૦મી એપ્રિલ સુધી કરી શકાશે અરજી
SHARE









મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતો સાધન સહાય માટે ૩૦મી એપ્રિલ સુધી કરી શકાશે અરજી
મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) માટે સરકારશ્રીના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર મોટા ખાતેદાર હોયતો વજનકાંટા, પ્લાસ્ટીક ક્રેટ્સ અને તાડપત્રી સામાન્ય લાભાર્થી ખેડૂતને ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૨,૫૦૦ નીમર્યાદામાં સહાય મળવાપાત્ર છે.
આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૪/૨૦૨૨ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૩૨ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.
