માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે આઇસર નીચે સૂતેલા યુવાન ઉપર તોતિંગ વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ મોત


SHARE

















હળવદના સાપકડા ગામે આઇસર નીચે સૂતેલા યુવાન ઉપર તોતિંગ વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ મોત

હળવદ તાલુકાના સાપકડા ગામે આઇસરની નીચે સૂતેલા યુવાન ઉપર વાહનના તોતિંગ વ્હીલ ફરી ગયા હતા જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને વાહન ચાલક પોતાનું વાહન મુકીને નાસી ગયો હતો જેથી હાલમાં મૃતકના ભત્રીજાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ઉપરોકત ગોજારા બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે આવેલ ભારતનગરમાં રહેતા ગોપાલભાઈ લખમણભાઇ લકુમ નાથબાવા (ઉંમર ૨૭) એ હાલમાં જીજે ૩ એટી ૩૦૪૭ ના ચાલક વિજયભાઈ બાબુભાઈ લકુમ રહે.ભારતનગર રાજકોટ વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓના કાકા શાયરભાઈ બાબુભાઈ લકુમ (ઉમર ૪૫) આઇસરની નીચેના ભાગમાં સૂતેલા હતા ત્યારે આઇસરના ચાલકે તેઓના ઉપરથી તોતિંગ વ્હીલ ફેરવી દિધા હતા જેથી માથા અને શરીરના ભાગે ચગદાઇ જતા ગંભીર ઇજાઓ થવાના કારણે ફરિયાદીના કાકા શાયરભાઇ લકુમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આઈસર ચાલક પોતાના હવાલાવાળુ વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો.જેથી કરીને ગોપાલભાઈ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદના આધારે વિજય બાબુ લકુમની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પીએસઆઇ આર.બી.ટાપરીયાએ આગળની તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ ધ્રુવ હોસ્પિટલ નજીક ૨૫ વારિયામાં રહેતા સન્ની રવજીભાઈ સોલંકી નામના ૨૦ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જયારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામના રહેવાસી વિપુલભાઈ પુનાભાઈ ગાંભવા નામના ૪૨ વર્ષીય યુવાનનું બાઈક ગામ નજીક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત વિપુલ ગાંભવાને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે રહેતા કનકભાઈ કુણિલાલ કુરાણી નામના ૫૦ વર્ષિય આધેડ મોરબીના શનાળા રોડ ઉપરથી જતા હતા ત્યાં સ્કાયમોલ નજીક તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી કનકભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.જ્યારે માળીયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના રહેવાથી સવિતાબેન રામજીભાઈ રાઠોડ નામના ૫૨ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા તે દરમિયાન દુધઈ અને જીરાગઢ ગામની વચ્ચે તેઓ બાઇકમાંથી નીચે પડી જતાં ઈજાગ્રસ્ત થયેલા સવિતાબેન રાઠોડને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.




Latest News