મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીથી નેપાળ મોકલવેલ ૫૧ લાખના માલની છેતરપિંડીના ગુનામાં સાળા બાદ મુખ્ય આરોપી એવા બનેવીની પણ ધરપકડ


SHARE













મોરબીથી નેપાળ મોકલવેલ ૫૧ લાખના માલની છેતરપિંડીના ગુનામાં સાળા બાદ મુખ્ય આરોપી એવા બનેવીની પણ ધરપકડ

મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ પાશ્વનાથ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતા યુવાને થોડા સમય પહેલા મોરબીથી લેમીનેટની ૫૭૭૫ સીટ નેપાળ મોકલાવી હતી અને જે ટ્રકમાં માલ નેપાળ મોકલાવ્યો હતો તે માલ નેપાળ ન પહોંચાડીને ટ્રક ચાલક દ્વારા વેપારી યુવાનની સાથે રૂા.૫૧ લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી જેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી તેના આધારે પોલીસે અગાઉ એકની ધરપકડ કરી હતી અને હાલમાં મુખ્ય આરોપી એવા ટ્રક ડ્રાઇવર કમ ટ્રક માલીકની ધરપકડ કરવામાં આવેલ છે.


મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી વાહનોમાં ભરીને માલને જુદાજુદા રાજ્યોમાં મોકલવામાં આવતો હોય છે તેવા સમયે ઘણી વખત માલ લઈ જનાર વાહનચાલકો દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે આવા બનાવો અગાઉ પણ અનેક વખત સામે આવી ચૂક્યા છે.તેવો જ ચીટીંગનો બનાવ થોડા સમય પહેલા બન્યો હતો તે અંગે ભોગ બનેલા મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં રહેતા અને મૂળ રાજપર ગામના રહેવાસી દીપકભાઈ મનસુખભાઈ ઘોડાસરા જાતે પટેલ (ઉંમર ૩૪) એ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી ટ્રક ચાલક દિલીપકુમાર અભિમન્યુસિંગ સહિતનાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેમણે જણાવ્યું હતુ કે તા.૨૫-૨-૨૨ ના રોજ બપોરના ૧૨:૩૦ વાગ્યે તેઓએ પોતાની કંપનીની લેમીનેટની ૫૭૭૫ સીટનો માલ આરોપી દિલીપકુમારના ટ્રકમાં ભરીને મોરબીથી કેસરી ચંદા અનવરલાલ એન્ડ કંપનીને નેપાળ ખાતે મોકલવા રવાના કર્યો હતો. જોકે રૂા.૫૧,૦૭,૫૪૪ નો માલ ટ્રક નંબર યુપી ૫૦ સિટી ૦૮૭૦ ના ચાલકે નેપાળ ન પહોંચાડીને વેપારી સાથે છેતરપિંડી કરી હતી.જેમા તપાસ દરમિયાન સાળો-બનેવી સંડોવાયેલા હોવાનું ખુલ્યુ હતુ.ચીટીંગના આ ગુનાની તપાસ કરતાં પીએસઆઈ એલ.એન.વાઢિયાએ થોડા સમય પહેલા કિશનસિંગ રાજેશસિંગ રામશંકર રાજપૂત રહે.બિરનો તા.જખનીય જિલ્લો ગાજીપુર ઉતરપ્રદેશની ધરપકડ કરી હતી અને ટ્રકચાલક તેમજ ટ્રક માલીક એવા મુખ્ય આરોપી દિલીપકુમાર અભિમન્યુસિંગ રાજપુત (ઉમર ૨૯) રહે.ગોપાલપુર સરદાહબજાર તાલુકો સગડી જિલ્લો આઝમગઢ ઉત્તરપ્રદેશની ઉપરોકત ચીટીંગના ગુનામાં ગઇકાલે ધરપકડ કરેલ છે.વધુમાં માહિતી આપતા પોલીસે જણાવ્યુ હતું કે, જે ટ્રકમાં માલ ભરીને નેપાળ રવાના કરવામાં આવ્યો હતો તે ટ્રકનો ડ્રાઈવર દિલીપકુમાર અભિમન્યુસિંગ હતો અને ક્લીનર કિશનસિંગ રાજેશસિંગ રામશંકર હતો જે બંને સબંધમાં બનેવી અને સાળો થાય છે અને તેને મોરબીથી માલ ભરીને યુપીમાં ગોડાઉન ભાડે રાખીને ત્યાં માલ ઉતાર્યો હતો જે મુદામાલને પોલીસે રિકવર કરેલ છે અને બંને ચીટરોને પણ પકડી પાડયા હતા.

મારામારીમાં ઇજા

મોરબી નજીક નાની વાવડી ગામે આવેલ ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા સની રાજુભાઈ ગોસ્વામી નામના ૨૬ વર્ષીય યુવાનને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો જ્યારે મોરબીના આનંદનગર વિસ્તારમાં રહેતા જયસુખ રસીકભાઇ સોલંકી નામના ૧૮ વર્ષીય યુવાનને જીઆઈડીસી પાસે તરબૂચની રેકડી રાખવા બાબતે મારામારી થઈ હતી જેમાં ઇજાઓ થતાં તેને પણ સારવારમાં લાવવામા આવ્યો હતો.

બાળક સારવારમાં

મોરબીના શનાળા ગામે આવેલ મુરલીધર હોટલના પાછળના ભાગે રહેતા અલ્તાફભાઈ અજમેરીનો બે વર્ષનો દીકરો આરીફ ભૂલથી રમતા રમતા કેરોસીન પી જતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા નીતાબેન દેવજીભાઈ ભીલ નામની અઢાર વર્ષીય યુવતી કોઇ કારણોસર અજાણી દવા પી જતાં તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હોય પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને ઉપરોકત બંને બનાવોની આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.








Latest News