મોરબીથી નેપાળ મોકલવેલ ૫૧ લાખના માલની છેતરપિંડીના ગુનામાં સાળા બાદ મુખ્ય આરોપી એવા બનેવીની પણ ધરપકડ
મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ માટે કોંગ્રેસ કાલે છાવણીમાં સરકારને સદબુદ્ધિ માટે કરશે હવન
SHARE
મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ માટે કોંગ્રેસ કાલે છાવણીમાં સરકારને સદબુદ્ધિ માટે કરશે હવન
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ અન્વયે થયેલા હળહળતા અન્યાય બાબતેના ધરણા પ્રદર્શનમાં આજ તા.૨૧-૪ ના રોજ ત્રીજા દિવસે માળીયા(મીં) તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની વિશેષ ઉપસ્થિતિમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં જીલ્લા પ્રમુખ જયંતીભાઇ પટેલ અને પ્રદેશ મહામંત્રી મનોજભાઇ પનારાની આગેવાનીમાં ધરણા ખાતે લલીતભાઈ કગથરા (ધારાસભ્ય-ટંકારા), પુર્વ જલ્લા પ્રમુખ મુકેશભાઇ ગામી, અમુભાઇ હુંબલ, મહેશભાઇ રાજયગુરૂ, નોટરી કરશનભાઇ ભરવાડ, કે.ડી.પડસુંબીયા, રાજુભાઇ કાવર, દેવેન્દ્રસિંહ જાડેજા, અશ્વિનભાઇ વિડજા, તેમજ માળીયા તાલુકા પ્રમુખ ધર્મેન્દ્ર વીડજા, માળીયા શહેર પ્રમુખ ઇકબાલભાઇ જેડા, જિલ્લા પંચાયત સંદસ્ય મહેશ પારજીયા, અશોકભાઇ કૈલા, યુથ કોંગ્રેસ પ્રમુખ સંદિપ કાલરીયા, કુલદીપસિહ જાડેજા, સતિષ વામજા, રાજેશભાઈ દઢાણીયા, ધનજીભાઇ સરડવા, માળીયા નગરપાલીકા પ્રમુખ હારૂનભાઇ જેડા, તથા માળીયા તાલુકા અને શહેરના આગેવાનો અને હોદ્દેદારો તથા મોરબી જીલ્લા અને શહેરના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તા ૨૨/૪ ના રોજ મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ માટે કોંગ્રેસ છાવણીમાં સરકારને સદબુદ્ધિ માટે હવન કરશે