મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ માટે કોંગ્રેસ કાલે છાવણીમાં સરકારને સદબુદ્ધિ માટે કરશે હવન
Morbi Today
મોરબીના રામધન આશ્રમના રત્નેશ્વરી દેવીની વ્યાસપીઠેથી બોરીચાવાસમાં શ્રીમદ ભાગવત કથા
SHARE
મોરબીના રામધન આશ્રમના રત્નેશ્વરી દેવીની વ્યાસપીઠેથી બોરીચાવાસમાં શ્રીમદ ભાગવત કથા
મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાંના શિષ્યા રત્નેશ્વરી દેવીના વ્યાસપીઠ સ્થાનેથી મોરબીના બોરીચાવાસમાં હનુમાનજી મંદિર ખાતે ભવ્ય શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ કથા તા:૧૭-૪ થી ૨૩-૪ સુધી બપોરે ૩:૩૦ થી સાંજે ૭ સુધી યોજાશે. આ કથામાં આવતા વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવનાર હોય જેમાં આજરોજ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. કથામાં આગામી રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, અને પરીક્ષિત રાજાનો મોક્ષ સહિતના આવનાર પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે તેમ કથાના આયોજક ની યાદીમાં જણાવાયું છે.