મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની તિથીએ સ્મરણાંજલિનો કાર્યક્રમ યોજાશે


SHARE

















 

મોરબીના મહેન્દ્રનગર ગામે સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની તિથીએ સ્મરણાંજલિનો કાર્યક્રમ યોજાશે

મોરબી નજીક મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક સ્મરણાંજલિના દિવસે સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકપ્રિય ભજનિક અને યુવા સાહિત્યકાર સહિતના કલાકારો દ્વારા લોકો સમક્ષ તેની કલા રજૂ કરવામાં આવશે

મોરબીના મહેન્દ્ર ગામના માજી સરપંચ અને લડાયક નેતા એવા સ્વ. અશ્વિનભાઈ અંબારામભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક સ્મરણાંજલિના દિવસે આગામી તા.૩/૫ ને મંગળવારના રોજ મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સીએનજી પમ્પના ગ્રાઉન્ડમાં રાત્રે ૮ કલાકે સમસ્ત બોપલિયા પરિવાર અને મહેન્દ્રનગર ગામ દ્વારા સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી તેમજ અન્ય સંતો મહંતો હાજર રહેશે તે ઉપરાંત આ કાર્યક્રમમાં લોકપ્રિય ભજનિક શૈલેષભાઈ મહારાજ અને યુવા સાહિત્ય કલાકાર રવિન્દ્ર સોલંકી દ્વારા પોતાની કલા કૃતિઓને લોકોની સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારે આ સત્સંગ સંધ્યામાં લોકોને હાજર રહેવા માટે સમસ્ત બોપલિયા પરિવાર અને મહેન્દ્રનગર ગામના લોકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

હડમતીયા નકલંકધામ

નકલંકધામ હડમતીયા વિકાસ સેવાયજ્ઞ સમિતિ તથા રામદેવ ગ્રુપ રાજકોટ દ્વારા ૮ માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મેહુલદાસ બાપુનો રક્તતુલાનો કાર્યક્રમ પણ રાખવામા આવેલ છે અને નકલંકધામ હડમતીયા ૮ માં પાટોત્સવ સાથોસાથ વરિયા માતાજીનો માંડવો અને સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ ભોજનનું તા.૧૬/૫ ને સોમવારના રોજ નકલંકધામ હડમતીયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમોનું સંચાલન ફક્ત રામદેવ ગ્રુપ કરે છે.

રોકડીયા હનુમાન

મોરબીમાં રોકડીયા હનુમાન મંદિર ખાતે ધર્મગંગા સોસાયટી,શાંતિનગર અને સિલ્વર સોસાયટી દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા ૨૩ ના રોજ રાત્રે ૯ કલાકે રાખવામા આવેલ છે ત્યારે ભજનિક ગોપલા સાધું અને સાહિત્ય કલાકાર ગિરધર બારોટ સહિતના સંતવાણીમાં જમાવટ કરશે

ભજન સંધ્યા યોજાશે

મોરબીમાં સ્વ.ઈન્દુલાલભાઈ મુળજીભાઈ પીઠડીયાની પુણ્યતિથિ નિમિતે રવાપર રોડ ઉપર આવેલ મામા ફટાકડા પાસે પ્રમુખ હાઈટ્સ ખાતે ભજનનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૩૦ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભજનિક નિરંજન પંડ્યા ઉપસ્થિત રહેશે તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News