રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી સીવીલ હોસ્પીટલમાં મહિલાઓ માટે શૌચાલય બનાવવાની માંગ


SHARE







મોરબી સીવીલ હોસ્પીટલમાં મહિલાઓ માટે શૌચાલય બનાવવાની માંગ

મોરબી સીવીલ હોસ્પીટલમાં મહિલાઓ માટે શૌચાલય છે તે ખંઢેર હાલતમાં છે માટે નવું બનાવવાની સામાજીક કાર્યકરો દ્વારા મુખ્યમંત્રી, આરોગ્ય અને પંચાયત મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જગદીશભાઇ જી. બાંભણીયા, મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય અને પંચાયત મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે, મોરબીની સીવીલ હોસ્પીટલમાં મહિલા માટેનું શૌચાલય નથી. અને જે છે તે ખંઢેર હાલતમાં છે માટે મહિલા દર્દીઓ તેમજ અન્ય દર્દીઓની સાથે આવતા મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેથી હાલમાં મહિલા શૌચાલયની મરામત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

આગાઉ ૯૭.૬૩ લાખની ગ્રાન્ટ મરામત માટે મંજુર થયેલ છે. પરંતુ કોઇપણ જાતનું કામકાજ હજુ સુધી થયેલ નથી. અને જાહેર શૌચાલયને તાળા લગાડેલ છે. આર.એમ.ઓ.ની ઓફીસની સામે જ શૌચાલયને તાળા મારેલ છે અને ઓફીસની સામે ગંદકીનો ઢગલો હોય છે તેમજ સીવીલ હોસ્પીટલનું મેઇન બોર્ડ પણ હાલ કચરમાં ઘા ખાય છે. સીવીલ હોસ્પીટલમાં આવેલ પી.એમ.માં પણ રિપેરિંગ કામ કરવાની જરૂર છે અને ત્યાં વધુ બોડીને મૂકી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરી છે




Latest News