મોરબીમાં મોચી સમાજ અને જાગા સ્વામી મિત્ર મંડળ દ્રારા લાલાબાપાની પુણ્યતિથીએ મહાઆરતી-મહાપ્રસાદ યોજાશે
વાંકાનેરના રાતાવીરડામાં ૧૧ નિરાધાર દિકરીઓનો રજવાડી લગ્નોત્સવ યોજાયો
SHARE









વાંકાનેરના રાતાવીરડામાં ૧૧ નિરાધાર દિકરીઓનો રજવાડી લગ્નોત્સવ યોજાયો
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના ગામના સરપંચ બાબુભાઈ ભરવાડ અને સાંઈબાબા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તા.૧૯ ને મંગળવારના રોજ વાંકાનેરના રાતાવીરડા ગામે રામદેવપીર મંદિર ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો અને જરૂરીયાતમંદ પરિવારની ૧૧ નિરાધાર દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ રજવાડી ઠાઠ સાથે યોજાયો હતો આ સમૂહ લગ્નોત્સવમાં સોમવારની રાત્રે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જુનિયર રમેશ મહેતા (મયુર બાપા), જુનિયર નરેશ કનોડિયા (કિશોરભાઇ ડાભી) સહિતના કલાકારોએ જમાવટ કરી હતીઅને બીજા દિવસે ૧૧ નિરાધાર દીકરીઓના ધામધુમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા અને ત્યારે હેલીકોપ્ટર વડે પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ હાથી, ઘોડાગાડી સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશે હતી ત્યાર બાદ સંતો-મહંતો સહિતનાઓના આશીર્વાદ સાથે દીકરીઓએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા
