મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારામાં ટાઇલ્સ ટ્રેડર્સે લીધેલ પૈસા ત્રણ ગણા ચુકવ્યા છતાં ધમકી, બે સામે ગુનો નોંધાયો


SHARE









ટંકારામાં ટાઇલ્સ ટ્રેડર્સે લીધેલ પૈસા ત્રણ ગણા ચુકવ્યા છતાં ધમકી, બે સામે ગુનો નોંધાયો

ટંકારા પડથરમાં ગુન્હેગારો ફાટીને ધુમાડે ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે તાજેતરમાં વેપારીની ગોળી ધરબીને હત્યા કરી ખંડણી માંગવાના બનાવ બાદ વ્યાજખોરોના પાપે વેપારીએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં સિરામીક ટાઇલ્સના વેપારમાં ખોટ જવાથી ૧૦ ટકા વ્યાજે નાણાં લઈ ત્રણ ગણા રૂપિયા ચૂકવી દેવા છતાં બે આરોપીઓએ જાનથી મારી નાખવા યુવાનને ધમકી આપતા પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા અને ખેતી કરવાની સાથે સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા બીપીનભાઈ વશરામભાઈ કાસુન્દ્રા નામના યુવાનને ધંધામાં ખોટ જતા ગજડી ગામના અમિતભાઇ મોહનભાઇ રૂંજા પાસેથી દસ માસ પૂર્વે ૧૦ ટકા લેખે રૂપિયા ૧,૫૦,૦૦૦ અને રાજુભાઇ મોમૈયાભાઈ સવસેતા પાસેથી નવ મહિના પૂર્વે ૧૦ ટકા વ્યાજે ૩,૫૦,૦૦૦ લીધા બાદ બન્નેને અનુક્રમે ૪,૫૦,૦૦૦ અને ૯,૦૦,૦૦૦ ચૂકવી આપવા છતાં વ્યાજખોરો દ્વારા ઘરે રૂબરૂ આવીને તેમજ ફોનમાં વ્યાજ અને મુદ્દલ ચૂકવી દેવા ધમકી આપી જાનથી મારી નાંખવા ધમકી આપતા તે યુવાને ઘર છોડી દીધું હતું.

બાદમાં તેમના પરિવારજનો તેમજ પરિચિતો દ્વારા બન્ને વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા હિંમત આપતા આ મામલે અંતે ભોગ બનેલા બીપીનભાઈ કાસુન્દ્રાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનયમ તેમજ આઈપીસી કલમ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




Latest News