મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ બાબતે સરકાર મૌન ?: ભાજપ પ્રમુખે કરી જાહેરાત, કોંગ્રેસ મનાવ્યો વિજયોત્સવ !


SHARE













મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ બાબતે સરકાર મૌન ?: ભાજપ પ્રમુખે કરી જાહેરાત, કોંગ્રેસ મનાવ્યો વિજયોત્સવ !

મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ધમાસણ ચાલી રહ્યું છે તેવામાં સરકાર કે આરોગ્ય મંત્રી તરફથી કોઈપણ પ્રકારની સરકારી કોલેજ માટેની જાહેરાત કરવામાં આવી નથી ત્યાં મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ દ્વારા પત્રકાર પરિષદ યોજીને મોરબીને સરકારી મેડિકલ કોલેજ આપવામાં આવશે તેવું કહી દેવામાં આવ્યું છે અને તેની વાત ઉપર વિશ્વાસ મૂકીને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા ધરણાંને આજે પૂરા કરવામાં આવ્યા છે જો કે, મોરબીમે સરકારી મેડિકલ કોલેજ મળશે કે કેમ તે સવાલ હજુ પણ પહેલાની જેમ ઉભો જ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

વર્ષ 2020માં રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી દ્વારા મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ આપવા માટેની જે તે સમયે જાહેરાત કરવામાં આવી હતી અને તેના અંગેનો પરિપત્ર પણ જે તે સમયે પણ બહાર પાડવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ તાપી જિલ્લાને મોરબી જિલ્લામાં મંજુર થયેલ સરકારી મેડિકલ કોલેજ આપી દેવામાં આવી હતી અને મોરબી જિલ્લાને બ્રાઉન ફિલ્ડની મેડિકલ કોલેજ આપવાનો પરિપત્ર કરવામાં આવેલ છે જેથી છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ધમાસણ મોરબીમાં ચાલી રહ્યું છે અને શનાળા રોડ ઉપર છાવણી નાખીને જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવી રહ્યા હતા જેમાં અગાઉ સરકારને સદબુધ્ધિ માટે યજ્ઞ અને આજે ઘંટ નાદ પણ કરવામાં આવ્યો હતો અને હાલમાં સરકારે મેડિકલ કોલેજ બનાવવા માટેનું ટેન્ડર બહાર પડ્યું છે ત્યારે ભાજપના સ્થાનિક આગેવાનોએ મોરબીને સરકારી મેડિકલ કોલેજ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હોવાથી આંદોલન હાલમાં સમેટી લીધેલ છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઇ પનારા, જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતીભાઈ પટેલ, દિનેશભાઇ પરમાર સહિતના દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી કે આજે ભાજપ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં વિશ્વાસ રાખીને કોંગ્રેસે હાલમાં આંદોલન પૂરું કરેલ છે પરંતુ જો ભવિષ્યમાં મોરબીને સરકારી મેડિકલ કોલેજ ન આપીને ખાનગી સંસ્થાને સંચાલન આપવામાં આવે અથવા તો ખાનગી કોલેજ આપવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે અત્રે ઉલેખનીય છે કે, હજુ સુધી સરકાર તરફથી કોઈપણ પ્રકારનો પરિપત્ર સરકારી મેડીકલ કોલેજ માટે કરવામાં આવેલ નથી તેમ છતાં કોંગ્રેસે વિજયોત્સવ પણ મનાવી લીધેલ છે

મોરબીમાં સરકારી મેડીકલ કોલેજનો મુદ્દો જે રીતે હાલમાં ચર્ચાની એરણ ઉપર હતો તે જોતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન સહન કરવું પડે તેવી પરિસ્થિતિ હતી જેથી મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, રણછોડભાઈ દલવાડી અને બાબુભાઇ હુંબલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને અગાઉ મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા સહિતના લોકો દ્વારા મોરબીની સરકારી મેડિકલ કોલેજ માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ સહિતનાઓની રજૂઆતો કરી હતી અને તેમના દ્વારા એવું ખાતરીપૂર્વક કહેવામાં આવ્યું હતું કે જે રીતની મેડિકલ કોલેજ મોરબીમાં મંજૂર કરવામાં આવી છે તે પ્રકારની જ રહેશે

જો કે, સરકારી મેડિકલ કોલેજ બનશે તેવો કોઈ પરિપત્ર કે ઠરાવ કરીને હજુ સુધી આપવામાં આવ્યો નથી જો કે, મેડિકલ કોલેજના બાંધકામ માટે સરકાર તરફથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જેથી સરકારી મેડિકલ કોલેજ બનશે તેવું સમજીને ભાજપે પત્રકાર પરિષદ યોજી હતી જો કે, આ કોલેજનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવશે કે પછી ગુજરાતનાં અન્ય જીલ્લામાં જે રીતે સરકારે કોલેજ બનાવીને ખાનગી  સંસ્થાને સંચાલન આપી દીધું છે તેવું કરવામાં આવશે તે મુદે કોઈ સ્પષ્ટતા ભાજપના સ્થાનિક આગેવાન દ્વારા કરવામાં આવી નથી અને મોરબી જિલ્લાને બ્રાઉન ફિલ્ડ કોલેજનો પરિપત્ર હતો તેવો ગ્રીન ફિલ્ડ માટેનો પરિપત્ર કયારે બહાર પાડવામાં આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે અને સરકારી અધિકારી કે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી હતી તેવા સમયે જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા મોરબીને સરકારી જ મેડિકલ કોલેજ મળશે તેવી જે વાત કરવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે

કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના... ની જેમ મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ આપવા માટેની સરકાર તરફથી હજુ સુધી કોઇ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી ત્યાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને મોરબીની સરકારી મેડિકલ કોલેજ મળશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે અને બીજી બાજુ કોંગ્રેસ દ્વારા સરકારી મેડિકલ કોલેજનો પરિપત્ર ન થાય ત્યાં સુધી આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં પણ આજે જિલ્લા ભાજપની પત્રકાર પરિષદની સાથે જ ધરણાંના કાર્યક્ર્મને સમેટી લેવામાં આવેલ છે ત્યારે મોરબીમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકારી મેડિકલ કોલેજ મળે તેના માટે લડત કરવાના બદલે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે હિન્દી-ચીની ભાઈ-ભાઈ જેવો ઘાટ જોવા મળ્યો છે જેથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે








Latest News