મોરબીના ગુલાબનગરમાં હિસાબ માટે બોલાવીને યુવાન ઉપર ત્રણ શખ્સનો છરી, બેટ અને ધોકા વડે હુમલો
હળવદની રુદ્ર સોસાયટીમાંથી બાઈકની ચોરી
SHARE









હળવદની રુદ્ર સોસાયટીમાંથી બાઈકની ચોરી
હળવદના સરા રોડ ઉપર આવેલ રુદ્ર સોસાયટીમાં ઘર પાસે બાઈક પાર્ક કરનાર યુવાનના બાઈકની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ સરા રોડ ઉપર આવેલ રુદ્ર સોસાયટીમાં રાજુભાઈ પટેલના મકાનમાં ભાડેથી રહેતા મોટારામ બાબુરામ પટેલ (૨૭) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આ તેના ઘર પાસે તેણે પોતાનું બાઇક નંબર આરજે ૪ એસએસ ૦૮૦૦ પાર્ક કરીને મૂક્યું હતું જેની કિંમત ૩૮ હજાર તે બાઈકની ચોરી કરવામાં આવી છે જેથી બાઈક ચોરીની ફરિયાદ લઈને પોલીસે ચોરને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
