મોરબીના ગુલાબનગરમાં હિસાબ માટે બોલાવીને યુવાન ઉપર ત્રણ શખ્સનો છરી, બેટ અને ધોકા વડે હુમલો
SHARE









મોરબીના ગુલાબનગરમાં હિસાબ માટે બોલાવીને યુવાન ઉપર ત્રણ શખ્સનો છરી, બેટ અને ધોકા વડે હુમલો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર પાસે રામનગર સોસાયટીમાં રહેતા યુવાનને અગાઉ થયેલ રૂપિયાની લેતી-દેતી બાબતે હિસાબ કરવા માટે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર ગુલાબનગરમાં બોલાવવામાં આવ્યો હતો ત્યારે ત્રણ શખ્સો દ્વારા તેની સાથે ઝગડો કરીને બેટ, લાકડી અને છરી વડે તેને માર મારવામાં આવ્યો હતો અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર પાસે રામનગર સોસાયટીની અંદર રહેતા જયવીરસિંહ ભરતસિંહ પરમાર (ઉંમર ૩૪) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરવિંદસિંહ જટુભા જાડેજા રહે, વિદ્યુતનગર મોરબી-૨, દાઉદ ઉમર જામ તથા રાયધન દાઉદ જામ રહે. બને ગુલાબનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું હતું કે, આરોપી અરવિંદસિંહ જાડેજા સાથે અગાઉ રૂપિયાની લેતીદેતી થયેલ હતી જેનો હિસાબ કરવા માટે થઈને તેને ગુલાબનગરમાં બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની સાથે ઝઘડો કરીને બેટ, લાકડીના અને છરી વડે તેના ઉપર હુમલો કરીને માર મારવામાં આવ્યો હતો અને સાથળના ભાગે તેને ઈજા કરી હતી તેમજ આરોપીઓએ તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હાલમાં જયવીરસિંહે સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આરોપી દાઉદ ઉમર જામની ધરપકડ કરેલ છે અને અન્ય બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
